મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારામાં પડતર જીનમાંથી દારૂની ૨૪ બોટલ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ


SHARE







ટંકારામાં પડતર જીનમાંથી દારૂની ૨૪ બોટલ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ

ટંકારામાં ટેલીફોન એક્સચેન્જની પાસે આવેલ પડતર જીનમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૨૪ બોટલો મળી આવતા પોલીસે ૭૬૮૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ માલ ટંકારાના શખ્સે મોરબીમાં રહેતા શખ્સની પાસેથી મેળવીને ત્યાં રાખ્યો હોવાનું સામે આવ્યું હોવાથી પોલીસે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને બીજાને પકડવા માટે તજવીજ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા ટેલીફોન એક્સચેન્જ પાસે આવેલ પડતર જીનમાં અરશદ ઉર્ફે સદ્દામ નામના ટંકારાના શખ્સે દારૂનો જથ્થો ત્યાં રાખ્યો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૨૪ બોટલો મળી આવતા પોલીસે ૭૬૮૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ માલ ટંકારામાં મઠ વાળી શેરીમાં રહેતા અરશદ ઉર્ફે સદ્દામ લિયાકતભાઈ ઉમરીયા જાતે ખલીફા વાણંદનો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને આ માલ તેને સિરાજ ઉર્ફે ભાણો ઉમરભાઈ જંગરી રહે મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે પણ તજવીજ શરૂ કરેલ છે

બાઇક સ્લીપ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર પાસે સ્મશાન નજીક આવેલ જય ખોડીયાર મિનરલ ખાતે રહેતા નરવાલ કલસિંગ સિંગાલીયા (૨૪) નામનો યુવાન બાઇક લઇને પાવડીયારી કેનાલથી ભરતનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સીમાંટો સિરામિક સામે પાવડીયારી રોડ ઉપર તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News