મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ખુલ્લા પ્લોટમાં રાખવામા આવેલ ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીના જોધપર ગામે ખુલ્લા પ્લોટમાં રાખવામા આવેલ ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરનારા આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના જોધપર નદી ગામે હનુમાનજી મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં પડેલ ટ્રેક્ટરની ટ્રોલી રાખવામા આવી હતી જે ટ્રૉલીની ચોરી કરવામા આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા એક શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર ટ્રોલીની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીક રવાપર ગામ પાસે આવેલ બોની પાર્ક સોસાયટીમાં ગોકુલ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૨ માં તથા મોરબી તાલુકાના જોધપર નદી ગામ ખાતે રહેતા ગૌતમભાઈ વલમજીભાઇ રાજપરા જાતે કડવા પટેલ (૩૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અલ્કેશભાઇ બાબુભાઈ મછાર જાતે આદિવાસી પટેલિયા (૨૧) રહે. હાલ ભડીયાદ ગામની સીમમાં આવેલ ગુરુકૃપા સિલિકેટ નામના કારખાનાની ઓરડીમાં મોરબી વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી તાલુકાના જોધપર ગામે હનુમાનજી મંદિર પાસે દિલીપભાઈ ગોરધનભાઈ દેસાઈના ખુલ્લા પ્લોટમાં જાહેરમાં ફરિયાદીના પિતા વાલમજીભાઇ ગોરધનભાઈ રાજપરાની માલિકીની ટ્રેક્ટર ટ્રોલી નંબર જીજે ૩ એવાય ૧૩૦૭ મૂકી હતી જે ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરવામાં આવી હતી જેથી એક લાખ રૂપિયાની કિંમતની ટ્રેક્ટર ટ્રોલીની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News