મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પંચાસર રોડે બિલ્ડિંગમાં સેંટિંગના કામ દરમ્યાન પડેલ લોખંડનો સળીયો માથામાં લગતા તરૂણનું મોત


SHARE











મોરબીમાં પંચાસર રોડે બિલ્ડિંગમાં સેંટિંગના કામ દરમ્યાન પડેલ લોખંડનો સળીયો માથામાં લગતા તરૂણનું મોત

મોરબીમાં પંચાસર રોડ નાની કેનાલ પાસે સનરાઈઝ પાર્કમાં પવનસુખ પેલેસ ખાતે ત્રીજા માળે બિલ્ડિંગમાં સેંટિંગનું કામકાજ ચાલુ હતું ત્યારે ઉપરથી લોખંડનો સળીયો નીચે પડતા તરુણના માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ સનરાઈઝ પાર્ક પવન સુખ પેલેસ ખાતે ત્રણ માળના બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે દરમિયાન ઉપરથી લોખંડનો સળીયો અકસ્માતે નીચે પડ્યો હતો ત્યારે આરીફભાઈ શકુરભાઈ સંઘવાણી જાતે મિયાણા (૧૫) રહે. માળિયા મીયાણા વાળાના માથાના ભાગે તે સળિયો વાગી ગયો હતો જેથી કરીને તરુણને ઇજા થઈ હતી અને તેને સારવારના ખસેડાયો હતો જો કે સારવાર દરમિયાન તરુણનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના પિતા શકુરભાઈ જશાભાઇ સંઘવાણી જાતે મિયાણા (૪૦) રહે. માળીયા મીયાણા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે જેથી તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક બાળકના મોટાબાપુ બનાવ સ્થળે સેંટિંગનું કામ કરતાં હતા જેથી બાળક તેની સાથે આવ્યો હતો અને ત્યારે તેના માથા ઉપર સળિયો પડતાં આ અકસ્માત મૃત્યુની ઘટના બનેલ છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે વાડી વિસ્તારમાં રહેતા રવિશંકર રાઠવા (૨૦) નામના યુવાનને રાત્રિના સમયે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News