માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર મોરબીમાં બંધ થતા સિરામિક કારખાનાઓને લઇને રાજ્યના મુખ્યમંત્રી પણ ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી કાલીકા પ્લોટ વિસ્તારમાંથી પીસ્તોલ-કાર્ટીઝ સાથે એક ઝડપાયો


SHARE













મોરબી કાલીકા પ્લોટ વિસ્તારમાંથી પીસ્તોલ-કાર્ટીઝ સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લાના જુદાજુદા એરિયમાથી છેલ્લા દિવસોમાં પોલીસે પાંચ જેટલી ફટકડી સાથે આરોપીને પકડ્યા છે તેવામાં ગઇકાલે મોડી સાંજે મોરબી કાલીકા પ્લોટ વિસ્તારમાં એ.જે. કંપનીની પાછળના ભાગમાં ઉભેલા શખ્સને ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની મેગ્જીન વાળી એક પીસ્તોલ અને અકે કાર્ટીઝ મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે ૧૦૧૦૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી સિટી એ ડિવિઝનના પીઆઇ બી.પી. સોનારા તથા સ્ટાફના માણસો કામ કરી રહ્યા છે ત્યારે પેટ્રોલીંગ દરમ્યાન આશીફભાઇ ચાણકીયા, ભાનુભાઇ બાલાસરા તથા સમરથસિંહ ઝાલાને ખાનગીરાહે સંયુકત હકિકત મળેલ હતી કે, રેનીશ ઉર્ફે ભાણો ફીરોજભાઇ અંદાણી રહે. કાલીકા પ્લોટ શેરી નં.૨ વાળો કાલીકા પ્લોટ એ.જે.કંપનીની પાછળના ભાગે ચોકમાં ઉભેલ છે અને તેની પાસે દેશી હાથ બનાવટની પીસ્તોલ છે જેથી પોલીસે ત્યાં જઈને રેનીશ ઉર્ફે ભાણો ફીરોજભાઇ અંદાણીને ચેક કરતાં તેની પાસેથી દેશી બનાવટની મેજીન વાળી એક પીસ્તોલ અને એક કાર્ટીઝ મળતા પોલીસે ૧૦,૧૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરેલ છે અને તેની વિરૂધ્ધ આર્મ્સ એકટ કલમ -૨૫ (૧બી) એ મુજબ ગુન્હો નોધવામાં આવેલ છે અને આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ એસ.એમ.રાણા, રામભાઇ મંઢકિશોરભાઇ મિયાત્રાસંજયભાઇ બાલાસરા, ભાનુભાઇ બાલાસરાચકુભાઇ કરોતરાઆશિફભાઇ ચાણકીયાસમરથસિંહ ઝાલા અને ભરતભાઇ હુંબલએ કરેલ છે 








Latest News