માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં આગંડીયા પેઢીની લૂંટનું રી-કન્સ્ટ્રકશન કરાવતી પોલીસ: કોના ઉપર દેવું વધી જતાં બનાવ્યો લૂંટનો પ્લાન ?


SHARE

















મોરબીમાં આગંડીયા પેઢીની લૂંટનું રી-કન્સ્ટ્રકશન કરાવતી પોલીસ: કોના ઉપર દેવું વધી જતાં બનાવ્યો લૂંટનો પ્લાન ?

મોરબી રવાપર રોડ ઉપર આવેલ લીલાલહેરની બાજુમાં આંગડીયા પેઢીના કર્મચારીને હથિયાર બતાવીને આંખમાં મરચાની ભુકી છાંટીને લુંટ કરવામાં આવી હતી જે ગુનામાં સંડોવાયેલા શખ્સોને દિલ્હીમાં હથિયાર સાથે પકડવામાં આવેલ હતા જેથી કરીને પોલીસે આ આરોપીઓનો ત્યાથી કબજો લઈને ગઇકાલે બને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે તેના આગામી ૧૨મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આરોપીઓ પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા ૩.૯૦ લાખ રિકવર કર્યા છે તેમજ ગઇકાલે મોડી સાંજે પોલીસે બંને આરોપીઓ પાસે ઘટના સ્થળે રી કન્સ્ટ્રકશન કરવાયું હતું

મોરબી પંચાસર રોડ ઉપર રહેતા વસંતભાઇ ગંગારામભાઈ બાવરવા પાસેથી આંગડીયામાં આવેલ રોકડા રૂપીયાની લીલા લહેર પાસે મોટર સાયકલ પર આવેલ બે શ્ખ્સોએ મરચાની ભુકી છાંટી લુંટ કરી હતી અને ત્યારે તેને પ્રતિકાર કરતા એક ઇસમે રીવોલ્વર જેવું હથિયાર કાઢી તેને માથામાં બે ત્રણ ઘા મારી ઇજા પહોચાડી હતી અને અમુક રકમની લુંટ કરી નાશી ગયેલ હતા જેથી પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી આ ગુનામાં સંડોવાયેલ જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ (૨૫) રહે. મૂળ બંગાવડી હાલમાં રહે શનાળા શક્તિ માતાજીનાં મંદિર પાસે રાધે એપાર્ટમેન્ટ અને સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત (૩૦) રહે. હાલ નાગલકા તાલુકો સુરેન્દ્રનગર મુળ રહે શંકરગઢ પ્રયાગરાજ યુપી વાળા દિલ્હીમાં હથિયાર સાથે ઝડપાયા હતા જેથી ત્યાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને જેતે સમયે દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ મોરબી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓનો કબજો લઈને આરોપીના રિમાન્ડ લેવા કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે આરોપીઓના તા ૧૨ મી સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આરોપીઓ પાસેથી દિલ્હી પોલીસે કબજે કરેલા ૩.૯૦ લાખ પણ મોરબી પોલીસે હાલમાં કબજામાં લીધેલ છે અને આ ગુનામાં વપરાયેલ બાઇક તેમજ હથિયાર પણ પોલીસે કબ્જે કર્યું છે વધુમાં ગઇકાલે સાંજે પોલીસે બંને આરોપીને મોડી સાંજે ઘટના સ્થળે લઈ જઈને લૂંટની ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરાવ્યુ હતું અને અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આરોપી જાડી ઉપર દેવું વધી ગયું હોવાથી તેને લૂંટનો પ્લાન બનાવ્યો હતો 




Latest News