મોરબી કાલીકા પ્લોટ વિસ્તારમાંથી પીસ્તોલ-કાર્ટીઝ સાથે એક ઝડપાયો
મોરબી લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓએ માટે જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો
SHARE









મોરબી લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓએ માટે જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો
લાયન્સ ક્લબ મોરબી સિટી દ્વારા સેવા સર્વિસ વીક અંતર્ગત ગઇકાલે મોરબીમાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળામાં શાળાના બાળકો માટે જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાંમાં આવેલ હતું જેમાં ૧૧૦ વિદ્યાર્થીઓને ચેક કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં ડો.નિલેશભાઈ ભાડજા, ડૉ ધારવીબેન લોરિયાએ સેવા આપી હતી અને આ તકે પરસોત્તમભાઈ કાલરીયા, સંસ્થાના પ્રમુખ ટી.સી.ફૂલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડીયા, રીજીયન-૨ ના રીજીયન ચેરપર્સન પી.એમ.જે.એફ રમેશભાઈ રૂપાલા, લાયન્સ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. અમૃતલાલ કાંજીયા તેમજ સ્કૂલનો સટાફ હાજર રહ્યો હતો અને સેવાના પ્રોજેક્ટમાં જેમનું યોગદાન હતું તેમનુ પ્રમુખએ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું
