મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી પાસે ટ્રેનની હડફેટે ચડી ગયેલ યુવાનનું કમકમાટીભર્યુ મોત


SHARE





























મોરબીની પીપળીયા ચોકડી પાસે ટ્રેનની હડફેટે ચડી ગયેલ યુવાનનું કમકમાટીભર્યુ મોત

મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા પીપળીયા ચોકડી પાસે નાના દહીંસરા ગામ નજીક ટ્રેનની હડફેટે ચડી ગયેલા મુળ મધ્યપ્રદેશના યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના એન.એચ.મેસવાણીયા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી હાઇવે પીપળીયા ચોકડી પાસે નાના દહીંસરા ગામના પાટિયા નજીક આવેલા એસાર પંપની બાજુમાં પોતાના બનેવી સાથે રહેતો મૂળ એમપીનો પીરૂરામ મદનલાલ ચૌહાણ જાતે ખારેવાલ નામનો ૨૬ વર્ષીય યુવાન ગત મોડીરાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં માલવાહક ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી કરીને તેના શરીરના કટકા થઈ ગયા હતા અને મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જેથી રેલ્વે પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી 

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક પીરૂરામ ચૌહાણ પોતાના બનેવી કે જેઓ નવલખી હાઇવે પીપળીયા ચોકડી પાસે નાના દહીંસરા ગામના પાટિયા નજીક આવેલા એસાર પંપની બાજુમાં રહે છે અને ટ્રક ચલાવવાનું કામકાજ કરતા હોય તેમની સાથે રહેતો હતો અને મધ્યપ્રદેશના વતની હતો.ગત મોડી રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તે પીપળીયા ચોકડી નાના દહીંસરાના પાટીયા પાસેના એસાર પંપ નજીક આવેલ જગ્યાએ માલવાહક ટ્રેનની હડફેટે ચડી ગયો હતો અને તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.બનાવ સ્થળે હાજર લોકોમાં ચર્ચાઈ રહેલી વિગત મુજબ મૃતક હેન્ડસ ફ્રી લગાવીને જતો હોય તે દરમિયાન તે ટ્રેનની હડફેટે ચડી ગયો હતો અને તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠેર ઘુંટુ નજીક રહેતી સમીમબેન વસીમભાઇ સેવંગીયા નામની ૩૧ વર્ષીય મહિલાએ હળવદના પાંડાતીર્થ (કડીયાણા) ગામે ઝેરી દવા પી લેતા તેણીને અહિંની સમર્પણ હોસ્પીટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયેલ હોય બી ડિવિઝન પોલીસ મથકના ફિરોઝભાઇ સુમરા તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે ટ્રકે ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા ઠાકરશીભાઈ ગંગારામભાઈ ધ્રુમડીયા નામના ૬૫ વર્ષીય આધેડને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી નજીક આવેલ એવીરો સીરામીક નામના યુનિટમાં પહેલા માળેથી નીચે પટકાયેલા સુનિલ ભવાનસિંગ ભીલ નામમા ૨૦ વર્ષીય મજૂર યુવાનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હોવાનું મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સુત્રોએ જણાવેલ છે.મોરબીના ઉમિયા સર્કલ પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં અવની ચોકડી પાસે રહેતા ગોવિંદસિંહ પવનસિંગ વિશ્વકર્મા નામના ૨૬ વર્ષીય નેપાળી યુવાને ઇજા થતા સિવિલમાં સારવાર માટે લઇ જવાયો હતો.

ફીનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના લીલાપર ગામે રહેતા ગૌતમભાઈ જયંતિભાઈ મકવાણા નામના ૩૩ વર્ષીય યુવાને ફિનાઇલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત થયેલા જશુબા જયવંતસિંહને ખાનગી હોસ્પીટલે સારવારમાં ખસેડાયા હતા.
















Latest News