હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી : પંચાયત વર્ગ-૩ ની ભરતીમાં આઈટીઆઈના HSI ટ્રેડના વિધાર્થીઓને બેસવા દેવા મંત્રી સમક્ષ માંગ


SHARE

















મોરબી : પંચાયત વર્ગ-૩ ની ભરતીમાં આઈટીઆઈના HSI ટ્રેડના વિધાર્થીઓને બેસવા દેવા મંત્રી સમક્ષ માંગ

પંચાયત વર્ગ-૩ ની ભરતીમાં આઈટીઆઈના HSI ટ્રેડના વિધાર્થીઓને બેસવા દેવામાં આવે તેવી ટ્રેડના વિદ્યાર્થીઓ દ્રારા મંત્રી સમક્ષ માંગ કરવામાં આવેલ છે.

આગામી ટૂંક સમયમાં પંચાયત વર્ગ-૩ હેઠળ ટૂંક સમયમાં ભરતીઓ થનાર છે.જેમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી થનાર છે.જે અંગે મંત્રી બ્રીજેશ મેરજાને ઉદેશીને રજુઆતમાં જણાવાયેલ છે કે આ ભરતીમાં લાયકાત માટે હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્ષ કરેલ હોય તે લોકો જ ભરતીમાં લાભ લઇ શકે.જેથી પ્રાઇવેટમાં જે વિદ્યાર્થીઓએ આ કોર્ષ કરેલ હશે.તે લોકો જ આ ભરતીમાં ભાગ લઈ શકશે.કારણ કે તેઓની પરીક્ષા પણ લેવાઈ ગઈ છે અને રિઝલ્ટ પણ આવી ગયા છે.જ્યારે આઈટીઆઈમાં કોર્ષ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા ક્યારે લેવાશે..? રિઝલ્ટ ક્યારે આવશે..? જેનું કોઈ આયોજન થયું નથી...! કોષનો સમયગાળો પણ પૂરો થઈ ગયો છે તેની સામે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ વાળાઓએ માસ પ્રમોશન અને ઉચ્ચ માર્ક્સ સાથે પાસ કરી દેવાયા હોય તેમ જણાવીને સરવાળે સરકારી આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને તમામ બાજુએથી નુકશાન જવાનું છે અને હવે ભવિષ્યમાં ભરતી ક્યારે આવશે.? તેનું કઈ નક્કી નથી માટે રોજગાર અને તાલીમ તથા પંચાયતનું ખાતું સાંભળી રહેલા મંત્રા બ્રીજેશ મેરજાને આ બાબતે આઇટીઆઇના વિદ્યાર્થીઓ દ્રારા અરજ કરવામાં આવેલ છે કે આઇટીઆઈના ચાલુ વર્ષના હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટરના વિધાર્થીઓને આગામી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી પરીક્ષામાં બેસવા દેવામાં આવે અને તેઓની વહેલી તકે પરીક્ષા તેમજ રીઝલ્ટનું આયોજન થાય તેવી માંગ કરવામાં આવેલ છે.




Latest News