કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

માળીયા(મી)માં જીગા મારવાનો ખાર રાખીને ચાર બાઇકને સળગાવી નાખ્યા, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







માળીયા(મી)માં જીગા મારવાનો ખાર રાખીને ચાર બાઇકને સળગાવી નાખ્યા, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

માળીયા મિયાણા પાસે ઇન્દીરા નગર રેલ્વે સ્ટેશન આગળ આંકડીયા વાઢમાં જીગા મારવા માટે ગયેલ યુવાનને ચાર શખ્સોએ ગાળો આપી હતી અને બાદમાં યુવાનના બાઇક સહિત કુલ મળીને ચાર બાઇકને સળગાવી દીધા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા(મી)ના નવા અંજીયાસરમાં રહેતા સિકદંરભાઇ જુસબભાઇ જંગીયા જાતે મીયાણા (ઉ.૧૯) એ વલુ આમદ કટીયા રહે.આંકડીયા વાંઢ, રણમલ હાજી નોતીયાર રહે.અંજીયાસર, સલીમ ફતેમામદ કટીયા રહે.હરીપર અને મહેબુબ હાજીભાઇ સાયચા રહે. સુરજબારી વાળની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતા ૬/૧૦ ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામા ઇન્દીરા નગર રેલ્વે સ્ટેશન આગળ આંકડીયા વાઢમાં તે જીગા મારવા માટે ગયેલ હતો જે બાબતે આરોપીઓને સારૂ નહી લાગતા તેમજ મીઠાના અગરના પારા તોડી નાખતા હોવાનો શકવહેમ રાખી ગાળો આપી હતી જેથી યુવાને ગાળો આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને યુવાનને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી અને ત્યાર બાદ ફરીયાદી તથા સાહેદના ચાર મોટર સાયકલને પથ્થર વડે નુકસાન કરી દીવાસળીથી આગ ચાંપી મોટર સાયકલ સળગાવી દીધા હતા અને ૪૦,૦૦૦ નુ નુકસાન કર્યું હતું હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇપીસી કલમ ૪૩૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News