માળીયા(મી)માં જીગા મારવાનો ખાર રાખીને ચાર બાઇકને સળગાવી નાખ્યા, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના રફાળેશ્વર પાસે કુદરતી હાજતે ગયેલ પરિણીતાની છેડતી કરીને લાજ લૂંટવા નિર્લજ્જ હુમલો
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે કુદરતી હાજતે ગયેલ પરિણીતાની છેડતી કરીને લાજ લૂંટવા નિર્લજ્જ હુમલો
મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ કારખાનાની અંદર રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી પરણિતા કારખાનની બાજુમાં કુદરતી હાજતે ગઇ હતી અને ત્યાંથી પરત આવતી હતી ત્યારે સામેથી આવીને એક શખ્સે તેની છેડતી કરી હતી અને ત્યારબાદ તેને નખોડિયા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી લાજ લૂંટવા માટે મહિલાને ઢસળીને બાવળની જાળીમાં લઈ ગયો હતો જેથી કરીને ભોગ બનેલ મહિલાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે સિરામિકના કારખાનાની અંદર રહેતી પરિણીતા કારખાનાની બાજુની ખુલ્લી જગ્યામાં કુદરતી હાજતે ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે મુનાભાઇ પલ્લુભાઈ ગિરવાલ (૨૦) રહે, અનિલભાઈ ભરવાડ લૂણસર રોડ જય દ્વારકાધીશ હોટલ ટોલનાકા પાસે વાળાએ સામેથી આવીને પરિણીતાને પકડી લીધી હતી અને તેની સાડી વડે મહિલાના મોઢે ડૂચો આપી દીધો હતો અને મોઢાના ભાગે નખોડિયા માર્યા હતા અને ગળું દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે