હળવદનાં ઇશ્વરનગરમાં ઘરમાં જુગાર રમતા આઠ શખ્સો ૭૯,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા
મોરબીની મેમણ શેરી પાસે ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા, એકની શોધખોળ
SHARE
મોરબીની મેમણ શેરી પાસે ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા, એકની શોધખોળ
મોરબી કુબેરનાથ રોડ મેમણ શેરીના નાકા પાસે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરીને બે શખ્સોને ૭૧૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને અન્ય એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં આઇપીએલની ક્રિકેટ મેચ ચાલી રહી છે ત્યારે મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા શખ્સોને પકડવા માટે પોલીસ દ્વારા સમયાંતરે રેડ કરવામાં આવતી હોય છે આવી જ રીતે મોરબી કુબેરનાથ રોડ મેમણ શેરીના નાકા પાસે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે નદિમ અબુભાઇ સેતા જાતે કાજી (ઉ.૪૧) રહે ખાટકી વાસ ફુલગલી અને યાસીનભાઇ રજાકભાઇ બકાલી જાતે મેમણ (ઉ.૩૩) રહે કુબેરનાથ રોડ મેમણ શેરીના નાકા પાસે વાળા ક્રિકેટ માઝા-૧૧ એપ્લીકેશનમા લાઇવ મેચ જોઈને ચેન્નેઇ સુપર કિંગ અને પંજાબ કિંગ્સની આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર આરોપી એજાજ ઉર્ફે દેદો મતવા રહે કાલીકા પ્લોટ જલાલ ચોક વાળા પાસે રનફેરનો જુગાર રમી રહ્યા હતા જેથી પોલીસે ૧૬૫૦ રોકડા અને બે મોબાઇલ મળીને હાલમાં ૭૧૫૦ નો મુદામાલ કબજે કર્યો અને આરોપી એજાજ ઉર્ફે દેદો મતવાને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે