મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચારનાર આરોપીને જેલ હવાલે કરાયો


SHARE













મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચારનાર આરોપીને જેલ હવાલે કરાયો

મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આરોપીને સમજાવવા માટે ગયેલ ભોગ બનેલ યુવતીની બહેન અને માતાને માર મરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જુદીજુદી બે ફરિયાદ નોંધાઈ હતી જે બંને ગુનામાં આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા પરિવારની યુવતી તેઓના ઘર પાસે આવેલ દુકાને વિમલ લેવા માટે થઈને ગઈ હતી ત્યારે તેની સાથે અવાવરુ ઓરડીમાં ગોપાલ ભરવાડ નામના શખ્સે દુષ્કર્મ આચર્યુ હતું જેથી ભોગ બનેલ યુવતીની માતા, બહેન સહિતના તે શખ્સની દુકાને તેને ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે આરોપી ગોપાલ ભરવાડે “થાય તે કરી લેજો” એવું કહીને ભોગ બનેલ યુવતીની બહેન તથા તેની સાથે ગયેલા લોકોને ગાળો આપી હતી અને હાથમાં રહેલ ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને સારવાર લીધા બાદ દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીની બહેને મારામારીની ફરિયાદ નોંધાવી હતી જ્યારે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીના ભાઈએ ગોપાલ ભોજાભાઇ મકવાણા નામના શખ્સની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી ગોપાલભાઇ ભોજાભાઇ મકવાણા જાતે ભરવાડ (૩૫) રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં આરોપીને મોરબીની જેલ હવાલે કરેલ છે

માર માર્યો
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા ભરતભાઈ વિક્રમભાઈ વાઘેલા (૪૩) અને ગીતાબેન ભરતભાઈ વાઘેલા (૨૫)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા સામુબેન જગદીશભાઈ (૪૦) નામના મહિલા સાઇકલમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે સાયકલ ઉપરથી પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News