મોરબીની મચ્છુ નદીમાં ખનીજ વિભાગની ટીમે રેડ કરતાં ખનીજચોરોનો ૨.૩૫ કરોડનો મુદ્દામાલ જપ્ત
SHARE







મોરબીની મચ્છુ નદીમાં ખનીજ વિભાગની ટીમે રેડ કરતાં ખનીજચોરોનો ૨.૩૫ કરોડનો મુદ્દામાલ જપ્ત
મોરબી તાલુકાનાં ગોર ખીજડીયા, નારણકા, માનસર, સોખડા વગેરે ગામોમાંથી પસાર થતી મચ્છુ નદીનાં પટમાંથી રેતીની બેફામ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી ખાણખનીજ વિભાગ દ્વ્રા ત્યાં રેડ કરવામાં આવી હતી અને રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓનો ૨.૩૫ કરોડોનો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીના ખાણ ખનીજ વિભાગ દ્વારા મચ્છુ નદીના પટમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બે હ્યુન્ડાઈ એસ્કેવેટર મશીન, એક જોનડીયર લોડર, બે ટ્રેક્ટર તથા ૬ ડમ્પર વાહનો મળી આવ્યા હતા અને ત્યાંથી ગેરકાયરે ખાનગી સાદી રેતી વાહનોમાં ભરીને લઈ જતાં હતા જેથી કરીને તે વાહનોને પકડી લેવામાં આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તે વાહનોને રાખવામાં આવેલ છે અને જે વાહનોને પકડવામાં આવેલ છે તેમાં એસકેવેટર મશીન મહેશભાઈ સોલંકી અને નિર્મળસિંહ ઝાલાનું હોવાનું સામે આવ્યું છે અને લોડર વાહન દિપસિંહ વિક્રમસિંહ ઝાલાની માલિકીનું છે તેમજ ટ્રેક્ટર અરવિંદસિંહ મહિપતસિંહ ઝાલા અને રામદેવસિંહ દિલીપસિંહ ઝાલાના છે અને ડમ્પર કાનાભાઈ ભુપતભાઈ ભરવાડ, કાનજી જગાભાઈ, જગદીશભાઈ સામતભાઈ સોલંકી, મેઘરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જીતુભા ઝાલા, ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝની માલિકીના હોવાનું સામે આવ્યું છે હાલમાં ખનીજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનો સહિત કુલ મળીને ૨.૩૫ કરોડનો મુદામાલ કબજે કરેલ છે
