માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી બે રિક્ષામાંથી ૧૧૩ બોટલ દારૂ સાથે ચાર શખ્સ પકડાયા: એકની શોધખોળ


SHARE













મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી બે રિક્ષામાંથી ૧૧૩ બોટલ દારૂ સાથે ચાર શખ્સ પકડાયા: એકની શોધખોળ

મોરબીના આંદરણા ગામ પાસે આવેલ બસ સ્ટેન્ડ નજીકથી સીએનજી રીક્ષા પસાર થઈ હતી જેને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની ૯૨ બોટલો મળી આવી હતી આવી જ રીતે મોરબીના કબીર ટેકરી વિસ્તારમાંથી ઊભેલી રીક્ષાને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની ૨૧ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરીને કુલ મળીને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જો કે, એક આરોપીઓનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે હાલમા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિનેશભાઈ બાવળીયા અને પૃથ્વીસિંહ જાડેજાને મળેલ સંયુક્ત બાતમી આધારે આંદરણા ગામ પાસેથી પસાર થતી રીક્ષાને રોકવા માટેનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રીક્ષા ચાલકે તેની રીક્ષા લઈને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને આગળ જઈને રીક્ષાને રોકવામાં આવતા રિક્ષા નંબર જીજે ૮ એવી ૬૨૮૭ માંથી દારૂની ૯૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૮,૮૦૦ ની કિંમત નો દારૂનો જથ્થો તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧,૨૮,૮૦૦ ની કિંમત પણ મુદ્દા માલ કબજે કર્યો હતો અને વનરાજસિંહ છેલૂભા વાઘેલા જાતે દરબાર (૧૯) રહે. વડા તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા તેમજ યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૪૦) રહે. થરા પારસનગર સોસાયટી તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ બંને શખ્સની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તાલુકા પોલીસ ટીમ દ્વારા આગળની તપાસ કરવી શરૂ કરવામાં આવી છે

આવી જ રીતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં શેરી નં-૮ માં પડેલ સીએનજી રીક્ષા નંબર જીજે ૮ એવી ૯૫૫૯ ને ચેક કરવામાં આવી હતી ત્યારે તે રિક્ષામાંથી દારૂની ૨૧ બોટલો મળી આવતા પોલીસે ૬૩૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તથા ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૫૬,૩૦૦ ની કિંમતના મુદ્દા માલ સાથે અસગર અબ્દુલભાઈ ચાનીયા જાતે સંધિ (૩૭) રહે. કબીર ટેકરી શેરી નં-૮ મોરબી અને ભાવેશગીરી રમણીકગીરી ગોસ્વામી જાતે બાવાજી (૩૩) રહે. વાવડી રોડ ગાયત્રી નગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સો પાસેથી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા રહે. દાઉદી પ્લોટ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે થઈને એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આગળ તપાસ આર.પી. રાણા ચલાવી રહ્યા છે




Latest News