મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી બે રિક્ષામાંથી ૧૧૩ બોટલ દારૂ સાથે ચાર શખ્સ પકડાયા: એકની શોધખોળ
મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનારા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી એક યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજયું હતું અને એક યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા કશ્યપ અતુલભાઇ મહેતા (૪૧) અને અનંત જસવંતભાઈ ગોવાણી (૧૭) નામના બે યુવાનો બાઇક લઈને મોરબીના જેતપર રોડ ઉપર કામ સબબ આવ્યા હતા અને ત્યાંથી તેઓ પોતાનું કામ પૂરું કરીને પરત મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે ઓએસીસ સીરામીક સામે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રક ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં આ બનાવમાં કશ્યપ અતુલભાઇ મહેતાને વધુ ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અનંત જસવંતભાઈ ગોવાણીને ઇજા થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક તેનું વાહન લઈને નાશી ગયેલ હતો જેથી હાલમાં વાંકાનેરમાં પ્રતાપ ચોક પાસે બ્રાહ્મણ શેરી ખાતે રહેતા મૃતક યુવાનના ભાઈ ઇલેશભાઈ અતુલભાઇ મહેતા જાતે બ્રાહ્મણ (૨૯) એ હાલમાં અજાણ્યા ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં અજાણ્યા ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા બુખારી ખેરૂનબેન સતારમિયા (૬૦) નામના વૃદ્ધા મોરબીના જુના બસ સ્ટેશનમાં આવેલ બસમાં ચડવા જતા સમયે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઇજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છ