ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી નજીકના લાલપર ગામ પાસેથી ત્રણ બાઈકની ચોરી: ત્રણ શખ્સો સામે નોંધાયો ગુનો


SHARE











મોરબી નજીકના લાલપર ગામ પાસેથી ત્રણ બાઈકની ચોરી: ત્રણ શખ્સો સામે નોંધાયો ગુનો

મોરબી નજીકના લાલપર ગામ તથા આજુ બાજુમાં વિસ્તારમાંથી એકી સાથે ત્રણ બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા વ્યક્તિ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહીઓ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ લાલપર ગામ હનુમાનજી વાળા ગેટ પાસે રહેતા દેવજીભાઈ મગનભાઈ બારેજીયા જાતે પ્રજાપતી (ઉ.૫૧) એ હાલમાં ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી રહેથાનગઢ રૂપાવટી રોડ દલવાડીનગર જી. સુરેન્દ્રનગર, વિકાશભાઈ ભરતભાઈ પનારા રહેથાનગઢ રૂપાવટી રોડ રામાધણીના નેસડામાં જી. સુરેન્દ્રનગર અને રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા રહેમોરથળા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર ની સામે ફરિયાદ નોંધવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા ૧/૮ થી ૨/૮ ના સવારના ૯ વાગ્યા સુધીમાં કોઈપણ વખતે લાલપર ગામ પાસેથી તેનું બાઇક નંબર જીજે ૩૬ એન ૫૧૯૦ અને અન્ય બે વ્યક્તિના બાઇક જેના નંબર જીજે ૩૬ એમ ૮૭૩૪ અને જીજે ૩૬ એએ ૭૧૩૯ આમ કુલ મળીને ૬૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે આઇપીસી કલમ ૩૭૯,૧૧૪ મુજબ  ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, હાલમાં જે શખ્સોની સામે ગુનો નોંધાયો છે તે અગાઉ ચોરાઉ બાઇક સાથે પકડાયેલા છે જેથી હાલમાં ભોગ બનેલા લોકોની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરી છે






Latest News