મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કુંભારિયા ગામે મકરસંક્રાંતિના દિવસે ડીજે બંધ કરવાનું કહેતા મારામારી: સામસામે ફરિયાદ


SHARE













માળીયા (મી)ના કુંભારિયા ગામે મકરસંક્રાંતિના દિવસે ડીજે બંધ કરવાનું કહેતા મારામારી: સામસામે ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના કુંભારીયા ગામે મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની સાથે આખો દિવસ ડીજે ફુલ સાઉન્ડ સાથે વગાડવામાં આવતું હતું જો કે, સાંજે ડીજે બંધ કરવાનું કહેવા માટે જતા બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ બંને પક્ષેથી સામસામે મારામારી થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના કુંભારીયા ગામે રહેતા રણછોડભાઈ ઉર્ફે પ્રદીપભાઈ લખમણભાઇ બાબરીયા જાતે કોળી (૬૨)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિપુલભાઈ ભરતભાઈ બાબરીયા, ભરતભાઈ નાનજીભાઈ બાબરીયા, જયંતીભાઈ નાનજીભાઈ બાબરીયા અને સંજયભાઈ નાનજીભાઈ બાબરીયા રહે. બધા કુંભારીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ આરોપી વિપુલભાઈને સાઉન્ડ સિસ્ટમનો અવાજ ધીમો કરવા બાબતે કહેતા તે તેને સારું લાગ્યું ન હતું જેથી કરીને વિપુલભાઈ અને ભરતભાઈએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો ત્યારે ફરિયાદી અને સાહેદે ગાળો આપવાની ના પાડતા વિપુલભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે સાહેદ સિકંદરભાઈને ડાબા હાથના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો અને બીજો ધોકો મારવા જતા તે ફરિયાદીએ પકડી લીધો હતો અને ભરતભાઈએ ફરિયાદીને જમણા હાથમાં ધોકો માર્યો હતો તેમજ જયંતીભાઈ અને સંજયભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદી અને સિકંદરભાઈને જેમ ફાવે તેમ માથામાં અને શરીરે માર માર્યો હતો જેથી કરીને ફરિયાદી તથા સાહેદ બંનેને માથામાં ઇજા થતાં તેને સારવારમાં લઈને આવ્યા હતા ત્યાં તેઓને માથામાં ટાંકા આવ્યા હતા અને આરોપી વિપુલભાઈ તથા ભરતભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા રણછોડભાઈએ નોંધાવેલ ફરિયાદ પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધ્યો છે જે પૈકીના આરોપી વિપુલભાઈ ભરતભાઈ બાબરીયાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જ્યારે મારામારીના આ બનાવ સંદર્ભે સામાપક્ષેથી ભરતભાઈ નાનજીભાઈ બાબરીયા (૪૨) એ પ્રદીપ લખમણભાઇ, સિકંદર, રવિ પ્રદીપભાઈ અને વિક્રમ પ્રેમજીભાઈ પંચાસરા રહે. બધા કુંભારીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, પ્રદીપભાઈએ સાઉન્ડ સિસ્ટમ બંધ કરવા બાબતે કહેતા ફરિયાદીના દીકરા અને પ્રદીપભાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને આરોપીઓએ તેનો ખાર રાખીને પ્રદીપભાઈ અને સિકંદરે લાકડાના ધોકા લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યારે ફરિયાદી ગાળો આપવાની ના પાડતા પ્રદીપભાઈ ઉશ્કેરાઈ ગયા હતા ત્યારે તેણે ફરિયાદીને જમણા હાથના ભાગે લાકડાના ધોકો માર્યો હતો અને બીજો ધોકો મારવા જતા દેકારો થતા આરોપી રવિ અને વિક્રમભાઈ લાકડાના ધોકા લઈને ત્યાં આવ્યા હતા અને ત્યારે તેણે રવિભાઈએ જયંતીભાઈને ડાબા હાથના ભાગે ધોકો માર્યો હતો અને વિક્રમભાઈએ પીઠના ભાગે લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરી હતી અને પ્રદીપભાઈ તેમજ રવિએ ફરિયાદી તથા તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

વરલી જુગાર

મોરબીના ભડિયાદ રોડ ઉપર સાયન્સ કોલેજ પાછળ જવાહર સોસાયટીમાં પિતૃકૃપા દુકાન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા અંગેની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો ત્યારે પોલીસે ૩૧૦૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને આરોપી કાંતિલાલ તળશીભાઈ દારોદરા જાતે કોળી (૫૧) રહે. ભડીયાદ રોડ સાયન્સ કોલેજ પાછળ જવાહાર સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News