મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા કાલે રફાળેશ્વરથી મકનસર સુધી શિવયાત્રા અને ધર્મસભાનું આયોજન


SHARE









મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા કાલે રફાળેશ્વરથી મકનસર સુધી શિવયાત્રા અને ધર્મસભાનું આયોજન

સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા આવતી કાલે રફાળેશ્વર મહાદેવથી મકનસર ગામ સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર બાદ ત્યાં ધર્મસભા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવતા તરણા ગામે વાળીનાથ મહાદેવની જગ્યા આવેલ છે તે જગ્યામાં સોમનાથ મહાદેવ મંદિરની પ્રતિકૃતિ સમાન મંદિર બની ગયું છે અને ત્યાં શિવાલયમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તા. ૨૨/૨ ના રોજ થવાની છે ત્યારે ત્યાં જે શિવલિંગનું સ્થાપન થશે તે ચારધામ અને બાર જ્યોતિર્લિંગ શિવયાત્રા પરિભ્રમણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શિવયાત્રા આવતીકાલે તા ૧૭ ના રોજ બપોરે બે વાગ્યે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવવાની છે અને રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા મકનસર ગામે આવેલ રામજી મંદિર સુધી યોજાવાની છે અને ત્યાં શિવલિંગને રુદ્રાભિષેક કરવામાં આવશે ત્યારબાદ ધર્મસભા અને સંત સંમેલન પણ યોજવાનું છે ત્યારે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા મોરબી જિલ્લામાં યોજાનાર અભૂતપૂર્વ શોભાયાત્રામાં જોડાવા માટે અને શોભાયાત્રા, ધર્મસભા અને મહાપ્રસાદનો લાભ લેવા માટે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે 




Latest News