મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેનારા ઓપરેટરને એસીબીની ટીમે દબોચ્યો


SHARE







ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેનારા ઓપરેટરને એસીબીની ટીમે દબોચ્યો

દેશભરમાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી વિનામૂલ્યે કરવામાં આવે છે જો કે, મોરબી જિલ્લાના ટંકારામાં તેના માટે ૨૦૦ રૂપિયા લેવામાં આવતા હતા જેથી કરીને એસીબીની ટીમે ટંકારામાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા યુવાને અરજી કરવાના ૨૦૦ રૂપિયા લેતાની સાથે જ તેને દબોચી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-૧૦મા કોમન સર્વિસ સેન્ટર (C.S.C) ચલાવતા મૂળ નાનાખિજડીયા ગામના રહેવાસી અને હાલમાં ટંકારાની લક્ષ્મીનારાયણ નગર સોસાયટી નંબર-૫ માં ભાડાના મકાનમાં રહેતા જીતેન્દ્રકુમાર પ્રવિણભાઇ ચોહાણ (૩૮)ને વિનામુલ્યે કરવાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેતા ઝડપી લેવામાં આવેલ છે વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ પી.એમ. વિશ્વકર્મા યોજનાઅંતર્ગત અરજી કરવા આવતા અરજદારોને ઓનલાઇન અરજી કરવા માટે આ શખ્સ દ્વારા ૨૦૦ રૂપિયા લેવામાં આવતા હતા તેવી જ રીતે એક અરજદાર પાસેથી રૂપિયા લેતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને ઝડપી લીધો હતો આ કામગીરી પીઆઇ એચ.એમ. રાણા દ્વારા સુપરવિઝન અધિકારી વી.કે. પંડ્યા (મદદનીશ નિયામક-રાજકોટ) વાળા દ્વારા કરવામાં આવી હતી






Latest News