મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

ખેલ મહાકુંભ: મોરબી જિલ્લાની રત્નમણિ, મોડેલ સ્કૂલ મોટીબરાર અને નાગલપર શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ


SHARE





ખેલ મહાકુંભ: મોરબી જિલ્લાની રત્નમણિ, મોડેલ સ્કૂલ મોટીબરાર અને નાગલપર શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

માળિયા મિયાણા તાલુકા કક્ષા ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધા તાજેતરમાં યોજાઈ હતી. આ ખેલ મહાકુંભની વિવિધ એથ્લેટીક્સ સ્પર્ધાઓમાં મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અંડર ૯ વયજૂથની સ્પર્ધામાં હુંબલ રાકેશ પ્રથમઅંડર ૧૧ વયજૂથની સ્પર્ધામાં મકવાણા હર્ષ પ્રથમ૫૦ મીટર દોડ અંડર ૧૧ વયજૂથની સ્પર્ધામાં હુંબલ શ્રેયા પ્રથમ અને ડાંગર કરણ દ્વિતીય તેમજ ગોળા ફેક અંડર ૧૪ વયજૂથની સ્પર્ધામાં ચાવડા પ્રતિક એ દ્વિતીય નંબર મેળવ્યો હતો. જેથી શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા સહિતનાઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તો મોડેલ સ્કૂલ મોટીબરારના સ્પર્ધકોમાં અંડર-૧૭ વયજૂથમાં ૧૦૦ મિટર દોડમાં સાંગા મહેશભાઈ તેમજ ઉડેચા પ્રિંયકાબેન પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ છે અને ગોળા ફેંક સ્પર્ધામાં અંબાણી વૈદેહી પણ પ્રથમ ક્રમાંકે તેમજ લાંબી કૂદ સ્પર્ધામાં રાઠવા સોનલબેન દ્વિતીય ક્રમાંકે વિજેતા થયેલ છે.અને તાલુકામાં મોડેલ સ્કૂલ મોટીબરાર અને ગામનું નામ રોશન કર્યું છે. મોરબી તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં ૨.૦ સ્પર્ધા અંતર્ગત અંડર ૧૭ માં ખોખો ટીમમાં ભાગ લીધેલ જેમાં જામસર સીઆરસીની શ્રી નાગલપર કુમાર પ્રા.શાળા ખોખોમાં પ્રથમ ક્રમે અને શ્રી સમથેરવા કુમાર પ્રા.શાળા દ્વિતીય ક્રમે અને શ્રી વિઠ્ઠલપર કન્યા પ્રા.શાળાએ દ્વિતીય ક્રમ મેળવેલ છે.તો આ તમામ બાળકોએ શાળા તેમજ ગામ અને વાંકાનેર તાલુકાનું ગૌરવ વધારેલ છે તે બદલ જામસર સીઆરસી કો.ઓર્ડીનેટર નરેન્દ્રસિંહ ચૌહાણ તરફથી શાળાના શિક્ષકો અને વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News