મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત સનાતન હીન્દુ સમાજ દ્વારા એક શામ રામ કે નામ સંગીત સંધ્યા યોજાઇ


SHARE









મોરબીમાં સમસ્ત સનાતન હીન્દુ સમાજ દ્વારા એક શામ રામ કે નામ સંગીત સંધ્યા યોજાઇ

મોરબીમાં સમસ્ત સનાતન હીન્દુ સમાજ દ્રારા “એક શામ રામ કે નામ” સંગીત સંધ્યાના લાઈવ ઓરકેસ્ટ્રા કાર્યક્રમનું મોરબીમાં આયોજન કરવામા આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય તેમજ ૧૯૯૨ ના કારસેવકો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ હાજર રાઇન કાર્યક્રમ માણ્યો હતો  

આજે અયોધ્યામાં રામમંદીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે ત્યારે આ શુભ દીવસની પૂર્વ સંધ્યાએ મોરબીના લોકોની ખુશી વ્યક્ત કરવા અને શ્રી રામચંદ્ર ભગવાનમાં આ ભવ્ય મહોત્સવમાં ભક્તિમય થવા માટે મોરબીવાસીઓમાં આનંદોત્સવ જોવા મળી રહ્યો છે ત્યારે રવિવારે રાતે મોરબીના નગર દરવાજા ચોકમાં "એક શામ રામ કે નામ”  લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર હીન્દુ સંગઠનોના આગેવાનો, હોદેદારો, દરેક સમાજના પ્રમુખ સહિતના હોદેદારો ધાર્મિક સંગઠનના આગેવાનો, વેપારી એસોશીએશનના આગેવાનો, સેવાકીય સંસ્થાના સંચાલકો, વિવિધ જ્ઞાતિના સેવાકીય મંડળ (યુવક મંડળ), ગણેશ ઉત્સવ સમિતિ, ગરબી મંડળના આયોજકો, મોરબી શહેર તથા નજીકના વિસ્તારોમાં આવતા મંદીરોના પુજારી, ટ્રસ્ટીઓ, ધુનમંડળના સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા

આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેમના પત્ની જયોત્સનાબેન અમૃતિયા તેમજ દીકરો પ્રથમ અમૃતિયા, કારસેવક હંસાબેન ઠાકર અને અનોપસિંહ જાડેજા તેમજ મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવભાઈ આવડીયા, મોરબી પાલિકાના પૂર્વ ચેરમેન ભાવિકભાઈ જારીયા, ભાનુબેન નગવાડિયા, મોરબી બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ રૂચિરભાઈ કારીયા, યંગ ઈન્ડિયા ગ્રૂપના દેવેનભાઇ રબારી, કાજલબેન ચંડીભમ્મર, મયુરીબેન કોટેચા, કલ્પેશભાઇ રવેશીયા સહિતના આગેવાનો અને મોરબીના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રામ નામમાં સહુ કોઈ સંગીતના સ્યોર લીન થયા હતા 




Latest News