ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લો રામમય: શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિત અનેકવિધ કાર્યક્રમોની વણઝાર


SHARE













મોરબી શહેર-જીલ્લો રામમય: શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિત અનેકવિધ કાર્યક્રમોની વણઝાર

મોરબી શહેર અને જીલ્લો રામમય બની ગયા છે ત્યારે મોરબીના રવાપર ગામ તેમજ રવાપર ચોકડીથી લીલાપર ચોકડી તરફ જતા રસ્તે આવેલ બહુમાળી એપાર્ટમેન્ટોમાં ભગવાન શ્રીરામના ૫૦ ફૂટ કે તેથી વધુ લાંબા બેનરો લગાવવામાં આવ્યા છે જે રોડ ઉપરથી પસાર થતાં સૌનું મનમોહી લે તેવો નજારો જોવા મળી રહ્યો છે તેમજ મોરબીની અવલી ચોકડી પાસે આવેલા બહુમાળી એપાર્ટમેન્ટમાં પણ ભગવાન શ્રીરામના ૫૦ થી લઈને ૭૫ ફૂટ સુધીના લાંબા બેનરો લગાવવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે તે ઉપરાંત અમુક ખાનગી મિલકતો ઉપર પણ લોકો દ્વારા મોટી કદના ભગવાન શ્રીરામના બેનર હોર્ડીંગ્સ લગાવી રહ્યા છે તેમજ  આજે મોરબી શહેરના જુદાજુદા વિસ્તાર અને ગામડાઓમાં શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિત અનેકવિધ કાર્યક્રમોની વણઝાર છે

મોરબીમાં સમગ્ર વાતાવરણને રામમય બનાવ જુદા જુદા સોસાયટી વિસ્તારોમાં પણ આવેલા નાના-મોટા રામજી મંદિરો ખાતે ધૂન ભજન આરતી તેમજ અનેક વિસ્તારોમાં શોભાયાત્રા ના આયોજન થયા છે જેમાં મોરબીના દરબારગઢ ખાતે આવેલ રામ મહેલ ખાતેથી મુખ્ય શોભાયાત્રાનું તા. ૨૨ ના સાંજના સમય આયોજન કરવામાં આવ્યું છે જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરશે અને તેમાં વિવિધ હિન્દુ સંગઠનો સહિતનાઓ જોડાવાના છે તે મોરબીના એસપી રોડ ખાતે આવેલ વિસ્તારના લોકો દ્વારા પણ તા. ૨૨ ના સવારે આઠેક વાગ્યાના શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ મોરબીના પંચાસર રોડ પ્રમુખ સ્વામી-૨ તેમજ સંગાથ પ્લેસ-૨ માં ભગવાન શ્રી રામના ૭૫ ફુટ લાંબા બેનર લગાવામાં આવ્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે તો મોરબીમાં વિજય ટોકીઝ પાસે પેન્ટર કુમાર માર્ગ ઉપર સ્થાનિક વેપારીઓ દ્વારા રોશની તેમજ બે દિવસ સવારે બેન્ડ વાજા અને ઢોલ ત્રાસનું આયોજન કરવામાં આવ્યું હતું

વનાળિયા ગામ
વનાળિયા ગામે આવેલ રામજી મંદિર ખાતે સમસ્ત ગામ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ૧૨:૪૦ કલાકે મહાઆરતી, ૨:૩૦ કલાકે રથયાત્રા અને સાંજે ૬:૦૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર બાદ રાતે ૯:૦૦ વાગ્યે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે ગામમાંથી નોકરી ધંધા માટે બહાર ગયેલા લોકોને પણ ધાર્મિક કાર્યક્રમમાં આવવા અને પ્રસાદનો લાભ લેવા માટે ગામના આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

ચૈતન્ય બાલાજી મંદિર
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથેસાથે મોરબીના વાવડી રોડ પર આવેલા રાધા પાર્કમાં ચૈતન્ય બાલાજી મંદિરે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સાંજે ૭:૦૦ કલાકે ૩,૩૩૩ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહાપ્રસાદ પણ રાખવામા આવેલ છે જેનો ભક્તોને લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મહેન્દ્રનગર
મહેન્દ્રનગર ગામે વાણીયાવાડી સોસાયટીમાં ૨૨ મી તારીખે અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાથે સવારે ૧૦:૦૦ વાગ્યે સોસાયટીમાં શોભાયાત્રા નીકળશે ત્યારે બળદ ગાડામાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી તથા જાનકીજી બિરાજમાન થશે. ત્યારબાદ બપોરે ૧૨:૨૨ કલાકે રામજી મંદિરે મહાઆરતી કરવામાં આવશે

નાનીવાવડી
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યામાં ૨૨ મીએ જે ભવ્ય કાર્યક્રમ યોજાશે તેની સાથે નાનીવાવડી ગામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે કાલે તા ૨૧ ના રોજ સવારથી ૨૪ કલાક રામચરિત માનસના પાઠ કરવામાં આવ્યા હતા અને ૨૨ મી તારીખે સવારે ૮:૩૦ કલાકે સમજુબા સ્કૂલથી શોભાયાત્રા, બપોરે ૧૨:૧૫ કલાકે રામજી મંદિરે મહાઆરતી અને સાંજે ૫:૦૦ કલાકે બટુક ભોજન અને પ્રસાદ વિતરણ તેમજ રાત્રે ૯:૦૦ કલાકે રામજી મંદિરે રામધૂનનું આયોજન કરવામાં આવેલ છે

રોહિશાળા
ટંકારાના રોહિશાળા ગામે રામચંદ્ર ભગવાનના નવનિર્મિત મંદિરનો ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયેલ છે ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ રાખવામા આવેલ છે આ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી પ્રિતેશ મહારાજ હાજર રહીને ધાર્મિક વિધિ કરાવવાના છે આજે તા.૨૦ ના રોજ રાતે ૮:૩૦ કલાકે સવસાણી પરીવાર તરફથી ખોડિયાર નાટક મંડળ મોટા ભાડુકિયાનું રાજા ભરથરી નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.૨૧એ સવસાણી યુવા ગ્રુપ તરફથી રાધે કાન ગોપી મંડળનું રાતે ૮:૩૦ કલાકે રાખવામા આવેલ છે

સૂર્યમુખી હનુમાનજી
મોરબીના સામાકાંઠે સૂર્યમુખી હનુમાનજી મંદિરે તા. ૨૨ ના રોજ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૬:૩૦ કલાકે શણગાર આરતી, ૯:૦૦ કલાકે ધ્વજારોહણ, ૧૨:૦૦ કલાકે રામ આરતી અને સાંજે ૭:૦૦ કલાકે ૫૧ દિવડાની મહાઆરતી અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેવું સૂર્યમુખી હનુમાન મિત્ર મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે

ઉમિયા આશ્રમમો
રબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમ-સત્યનારાયણ ગૌશાળા દ્વારા તા ૨૧ ને રવિવારે અખંડ રામાયણનો પાઠ (સંપુટ રામાયણ) તથા તા. ૨૨ ને સોમવારે સવારે ૯:૦૦ કલાકે રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે રામ મંદિર અયોધ્યાનું લાઈવ પ્રસારણ બપોરે ત્યાં જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને બપોરે ૧૨:૩૦ મહાઆરતી તેમજ ત્યાર બાદ ઉમિયા આશ્રમ ખાતે મહાપ્રસાદ યોજાશે જેનો ધર્મપ્રેમી લોકોને લાભ લેવા માટે ઉમિયા આશ્રમના મહંત તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે

ઉમિયા નવરાત્રી પરિવાર
અયોધ્યામાં રામલલ્લાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મોરબીના ઉમિયા નવરાત્રી પરિવાર દ્વારા બાપા સીતારામ ચોક, નરસંગ મંદિરની બાજુમાં, રવાપર રોડ ખાતે રામ, સીતા, લખમણ, હનુમાન નામના ચાર ગેઈટ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં તા. ૨૧ ના સાંજે ૭થી ૮ કલાકે હનુમાન ચાલીસાના પાઠ ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગરબા યોજાયા હતા અને તા ૨૨ ના રોજ સવારે ૧૦ થી ૧૨ સુધી ઉત્સવ તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું

કાર સેવકો
મોરબીના ડો.વનરાજસિંહ જાડેજા, ડો બી કે. લહેરૂ તથા અન્ય વ્યકિતઓ અયોધ્યા કારસેવામાં રલ્વે દ્વારા વાંકાનેર થી અયોધ્યા તા.૦૬/૧૨/૧૯૯૨ ના રોજ પહોંચેલ, પરંતુ અયોધ્યામાં જ રેલ્વે પર રોકીને રામ મંદિર શીલા મુકેલ ત્યા જવા દેવામા આવેલ ન હતા, અને અયોધ્યામાં લાઠી ચાર્જ, અશ્રવાયુ વિગેરે દ્રશ્યો જોયેલ, પરંતુ આજરોજ તેમને માટે ખુશીની વાત છે અને હર્ષ અનુભવે છે કે અયોધ્યામાં તા.૨૨/૦૧/૨૦૨૪ ના રોજ રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ.

પરશુરામ ધામ
આજે તા ૨૨ ના રોજ ભગવાન શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે ત્યારે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સાંજે ૫૦૦ થી વધુ લોકો આરતીમાં જોડાવાના છે અને ત્યારે ૭૫૦૦ દિવડાથી મંદિરને શણગારવામાં આવશે તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ૧૯૯૨ માં કાર સેવા કરવા માટે મોરબી જિલ્લામાંથી અયોધ્યા ગયેલા ૩૫ કારસેવકોનું પરશુરામ ધામ ખાતે આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવશે તેવું પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યુ છે

જલારામ મંદિર
મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આજે તા.૨૨ ને સોમવારના રોજ રામ મંદિર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સવારે ૧૦ કલાકે ધૂન-ભજન, ૧૧ કલાકે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના હસ્તે પ્રસાદ વિતરણ તેમજ બપોરે ૧૨:૩૫ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું






Latest News