કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી-માળીયામાથી જુદાજુદા બે હથિયાર સાથે બે શખ્સોની ધરપકડ


SHARE







મોરબી-માળીયામાથી જુદાજુદા બે હથિયાર સાથે બે શખ્સોની ધરપકડ

મોરબી અને માળીયા વિસ્તારમાથી પોલીસે જુદાજુદા બે હથિયાર સાથે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને તેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી ડીવીઝ્ન પીઆઇ જે.એમ.આલની સૂચના મુજબ કામગીરી કરીને સિધ્ધરાજભાઈ કાનજીભાઈ લોખીલ તથા અરવિંદભાઈ ધીરુભાઈ ગડૈયાને મળેલી બાતમી આધારે પોલીસે મોરબી કબીર ટેકરી શેરી નં.ર ના નાકા પાસે રોડ ઉપરથી આરોપી અસલમભાઈ ઉર્ફે બકરી હુસેનભાઈ કુરેશી જાતે મતવા (ઉ.૨૮) ને હાથ બનાવટની સેમી ઓટોમેટીક પીસ્ટલ સાથે પકડેલ છે અને પીસ્ટલની કિંમત રૂા.૧૦,૦૦૦ ગણી તેને કબજે કાઈને આગળની કાર્યવાહી કરેલ છે.

જામગરી બંદુક સાથે પકડાયો

માળીયાના પીએસઆઇ એન.એચ. ચુડાસમાની સુચના મુજબ ટીમ કામ કરી રહી છે ત્યારે પોલીસ કર્મચારી ક્રિપાલસિંહ વી.ચાવડા તથા સંજયભાઇ રાઠોડને મળેલ બાતમી આધારે આધારે માળીયા મચ્છુ નદીના કાંઠે કબ્રસ્તાનની બાજુમા વાડીમા રહેલ રહેણાંક મકાને આરોપીના કબજામાથી સિંગલ બેરલની જામગરી બંદુક મળી આવી હતી જેથી કરીને પોલીસે ઇંદ્રીશભાઇ અયુબભાઇ લધાણી જાતે મિયાણા (ઉ.૪૨) રહે. માતમના ચોક પાસે માળીયા વાળાની સિંગલ બેરલ જામગરી બંદુક જેની કિંમત રૂા.૨૦૦૦ ગણીને તેને કબજે લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News