મોરબીમાં વિશાલ ફર્નિચર પાસે થયેલ મારા મારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ
SHARE









મોરબીમાં વિશાલ ફર્નિચર પાસે થયેલ મારા મારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ
મોરબીના શોભેશ્વર રોડ પાસે આવેલ વિશાલ ફર્નિચર પાછળ લક્ષ્મી સોસાયટીમાં બાઈક ધીમું ચલાવવા માટે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી અને યુવાનને માર માર્યો હતો જે બનાવમાં હાલમાં ફાઇયાદ નોંધાઈ હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને લખધીરપુર રોડના ખૂણા પાસે વિશાલ ફર્નિચરની બાજુમાં દુકાન ધરાવતા કુનેશભાઇ સુરેશભાઈ ઝાપડા જાતે ભરવાડએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વસાભાઈ ડાભી, અમિતભાઈ વસાભાઇ ડાભી, રવિભાઈ વસાભાઈ ડાભી, પરબત ડાભી અને કુલદીપ ડાભી નામના પાંચ શખ્સોની સામે માર માર્યો હોવાનું ફરિયાદ કરી હતી બાદમાં લક્ષ્મી સોસાયટીમાં રહેતા પરબતભાઇ વીશાભાઇ ડાભી જાતે ભરવાડ (ઉ૪૨) નામના યુવાને કુર્નેશભાઇ સુરેશભાઇ ઝાપડા જાતે ભરવાડ (ઉ.૨૦) તથા સંજયભાઇ ભુપતભાઇ બાંભવા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રવિ વશરામભાઇએ કુર્નેશભાઇ સુરેશભાઇ ઝાપડાને મોટર સાઇકલ ફુલ સ્પીડમા શેરીમા નહી ચલાવવા તેવું કહ્યું હતું જેથી કરીને તેને ફરિયાદીના ભત્રીજા અમીતભાઇની ટ્રાંસપોર્ટની ઓફીસે બુલેટ લઈને આવીને કુર્નેશે ધોકાથી ઓફીસમા તોડફોડ કરી હતી અને ધોકા વડે જમણા પગના પંજામા મુંઢ માર માર્યો હતો આરોપી સંજયે ફરીયાદીને પકડી ઓફિસની દિવાલમા માંથુ ભટકાડીને બંન્નેએ ગાળો આપી હતી અને ઓફિસમા દરવાજાના કાચ તોડી નાખ્યો હતો જેથી કરીને પોલીસે હાલમાં આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
