મોરબીમાં સતવારા જ્ઞાતિનો ૧૯ મો યુવા મેળો યોજાયો, મંડળના નવા પ્રમુખ તરીકે હરિનભાઈ પરમારની વરણી
SHARE
મોરબીમાં સતવારા જ્ઞાતિનો ૧૯ મો યુવા મેળો યોજાયો, મંડળના નવા પ્રમુખ તરીકે હરિનભાઈ પરમારની વરણી
શ્રી મોરબી સતવારા મંડળ મોરબી દ્વારા આયોજિત ૧૯ મો યુવા મેળો (સગપણ પરિચય સંમેલન) યોજાયો હતો.આ પ્રસંગે મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ લખમણભાઇ કંઝારિયા, સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રધુભાઈ કંઝારિયા, સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ દેવકરણભાઈ કનજારિયા, સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ એલ.ડી.હડીયલ, જામનગરથી પધારેલ તુલસીભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, વાઘપરા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ, વજેપર સતવારા જ્ઞાતિના પ્રમુખ રાજુભાઈ ડાભી, માધાપર વાડી વાસણ સમિતિના પ્રમુખ હરિભાઈ કંઝારીયા, પંચાસર રોડ જ્ઞાતિની વાડીના પ્રમુખ મનસુખભાઈ ડાભી, સતવારા મહિલા પ્રઞતિ મંડળના પ્રમુખ કિરણબેન જાદવ, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુસુમબેન પરમાર અને કિરણબેન જાદવ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં મંડળના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ.આ પ્રસંગે સર્વે મહેમાનોનું શાબ્દીક સ્વાગત મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમારે કરેલ જયારે મંત્રી એ.પી.કંઝારિયાએ યુવામેળો સફળ બનાવમાં સહયોગ આપનાર સર્વેની વાત કરી હતી.મંડળના ઉપપ્રમુખ કે .કે.પરમારે યુવા મેળા અંગે ચર્ચા કરી હતી.આ મંડળના હોદ્દેદારો રામચંદ્રભાઇ પરમાર, લખમણભાઇ કંઝારિયા, ભુદરભાઈ જાદવ સ્વૈચ્છિક નિવૃત્ત થતા તેમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.
મંડળના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે હરિનભાઈ પરમાર ,મંત્રીપદે એ.પી.કંઝારિયા, ઉપપ્રમુખ તરીકે કે. કે.પરમાર, સહમંત્રીમાં પ્રભુલાલ હડીયલ, ખજાનચી તરીકે પ્રવીણભાઈ પરમારની વરણી થતા શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો.લખમણભાઇ કંઝારિયા તેમજ ટ્રસ્ટી રાઘવજીભાઈ કંઝારીયા, ગોવિંદભાઈ હડીયલ, ભુદરભાઈ જાદવ, કિશોરભાઈ પરમારે તેમનું સાલ ઓઢાડીને સન્માન કર્યુ હતુ.૧૯ માં યુવા મેળાના કન્વીનર જીવરાજભાઈ પરમારનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.આ પ્રસંગે પ્રમુખ સ્થાનેથી મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો.લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યું કે આવા યુવા મેળા આજના યુગમાં ખાસ જરૂરી છે.પરંતુ દીકરા પ્રત્યે આધ્યાત્મિક અને સામાજિક માન્યતાઓને કારણે સમાજમાં દીકરા-દીકરીઓ વચ્ચે અનબેલેન્સ સર્જાયેલું જોવા મળે છે જે સમાજ માટે લાલબતી છે. દરેક સમાજના જાગૃત નાગરિકો અને સરકારે વિચારવા જેવું છે.જાગૃત બનવું જોઈશે.કોઈપણ સમાજના વિકાસનાનો પાયો શિક્ષણ છે એટલે વધારેમાં વધારે બાળકો શિક્ષણ મેળવે તેવા પ્રયત્ન કરવા જોઈએ.પડતી મુશ્કેલીઓ
અંઞે સમાજના આગેવાનોને જાણ કરવી જોઈએ.આ પ્રસંગ ઉમેદવાર યુવક-યુવતીઓ, તેમના વાલીઓ, મહેમાનો, દાતાઓ વિગેરે સર્વેનો આભાર એ.પી. કંઝારીયાએ કરેલ.આ પસંદગી મેળામાં યુવક-યુવતીનો પરિચય મહાદેવભાઈ ડાભી અને દેવેશભાઈ કંઝારિયાએ કરાવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એ.પી. કંઝારિયા અને કે. કે. પરમારે કર્યુ હતુ.પસંદગી મેળાને સફળ બનાવવા માટે મંડળના હોદ્દેદારો, સભ્યો, જુદીજુદી કમિટીઓ અને દાતાઓ, વાલીઓ, ભાગ લેનાર સર્વેનો અંતમાં આભાર માનવામાં આવ્યો હતો.