ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી પાલીકાના પવડી ચેરમેન દેવાભાઇ અને ધર્મસૃષ્ટી સોસાયટી દ્રારા નવા વરાયેલા રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનું સન્માન


SHARE











હું જયાં બેઠો છું ત્યાં મોરબીના નામને ગજવીશ કદી લજવીશ નહીં : બ્રીજેશ મેરજા

મોરબી પાલીકાના પવડી ચેરમેન દેવાભાઇ અને ધર્મસૃષ્ટી સોસાયટી દ્રારા નવા વરાયેલા રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનું સન્માન

મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલ ધર્મસૃષ્ટી સોસાયટીમાં નવા વરાયેલા રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું સન્માન કરવામાં આવ્યુ હતુ.ત્યારે તેઓએ મોરબીના વિકાસમાં જે ઘટતી કામગીરી છે તે વહેલી તકે કરવામાં આવે તેના માટે જવાબદાર અધિકારીઓને સુચનાઓ આપવામાં આવેલ છે અને સરકારમાંથી વધુમાં વધુ ગ્રાન્ટ મોરબી શહેર અને જીલ્લાને મળે તેવા તેઓ પ્રયાસ કરશે તેવો કોલ આપ્યો હતો.


મોરબી-માળીયા(મિં.) ના વર્તમાન ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાને રાજ્યના મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ ધર્મસૃષ્ટી સોસાયટીમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાનો મોરબી પાલીકાના પવડી ચેરમેન અને પુર્વ પાલીકા પ્રમુખ દેવાભાઇ અવાડીયા અને ધર્મસૃષ્ટી સોસાયટી દ્રારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઇ પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા તેમજ ઉપપ્રમુખ નિર્મલભાઇ જારીયા, ભરતભાઇ જારીયા, બ્રહ્મ અગ્રણી અનિલભાઇ મહેતા, મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઇ આહીર, ચંદુભાઇ હુંબલ, ઉગાભાઇ રાઠોડ, રીષીપભાઇ કૈલા, ભાવેશ કંજારીયા, જીલ્લા મહીલા ભાજપ પ્રમુખ સંગીતાબેન રમેશભાઇ ભીમાણી, કે.કે.પરમાર, પાલીકાના ચુંટાયેલા સભ્યો સહિત શહેર અને જિલ્લા ભાજપની ટીમ તેમજ ભાજપ ટેકેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન મોરબી નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન અને પૂર્વ નગરપતિ દેવાભાઈ અવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ મોરબીમાંથી પ્રથમ વખત રાજ્યના મંત્રી બનેલા બ્રીજેશભાઇ મેરજાનું સ્વાગત સન્માન કર્યું હતું અને ખાસ કરીને આ તકે મંત્રી મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીવાસીઓએ જે બહુમતીથી જીત આપી છે તેથી તેમની ભાજપ પાસ વધુ કામ થાય તેવી અપેક્ષાઓ હોય તે સ્વાભાવીક હોય મોરબીવાસીઓની તમામ અપેક્ષાઓ પૂરી થાય તેવા પ્રકારના પ્રયાસો તેમના રહેશે અને વિકાસ માટે જે કાંઈ ઘટતી કડી છે તે વહેલામાં વહેલી તકે પૂરી થાય તે તેઓ પ્રયત્ન કરશે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારે આગામી સમયમાં મોરબી જિલ્લાની અંદર કામકાજ કરવામાં આવશે તેવી ખાત્રી આપીને હું જયાં બેઠો છું ત્યાં મોરબીના નામને ગજવીશ કદી મારા કોઇ કામ થકી મોરબીને લજવીશ નહીં તેમ મંત્રી બ્રીજેશભાઇ મેરજાએ જણાવ્યું હતુ.સન્માન કાર્યક્રમનું સંચાલન બ્રહ્મ અગ્રણી હસુભાઇ પંડયાએ કર્યુ હતુ.






Latest News