ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝઘડાનું સમાધાન કરવા બોલાવીને માર મારનાર પાંચની ધરપકડ


SHARE











મોરબીમાં ઝઘડાનું સમાધાન કરવા બોલાવીને માર મારનાર પાંચની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ પાસે અગાઉ બાઈક ચલાવવા બાબતે થયેલી બોલાચાલી-ઝઘડાનું સમાધાન કરવા બોલાવ્યા બાદ ત્રણ યુવાનો ઉપર પાંચ શ્ખ્સોએ છરી બતાવિને લાકડી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો જે બનાવની સામસામી ફરૂયાદો નોંધાયેલ હોય હાલ બી ડિવિજન પોલીસે એકપક્ષના પાંચની ધરપકડ કરેલ છે.

મોરબીમાં સામાકાંઠે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને લખધીરપુર રોડના ખૂણા પાસે વિશાલ ફર્નિચર પાસે ચાની બોટલ ધરાવતા કુનેશભાઇ સુરેશભાઈ ઝાપડા જાતે ભરવાડે બે દુવસ પબેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અગાઉ મોટર સાઇકલ ચલાવવા બાબતે ઝઘડો થયો હતો તે બાબતનું સમાધાન કરવા માટે બોલાવ્યા હોય કુનેશભાઈ સુરેશભાઈ ઝાપડા (૨૦),  સંજયભાઈ ભુપતભાઈ બાંભવા (૨૪) અને પૂર્વેશભાઈ સુરેશભાઈ ઝાપડા (૨૦) ત્યાં ગયા હતા ત્યારે સામાવાળાઓએ ગાળો આપીને લાકડી-ઢીકાપાટુ વડે માર માર્યો હતો તેમજ રવિ નામના શખ્સે કડુ માર્યું હતું તેમજ અમિતે છરી બતાવીને ઢોર માર માર્યો હતો જે અંગે ગુનો નોંધાવતા બી ડીવીજન પીઆઇ વિરલ પટેલ તેમજ સ્ટાફે વસરમભાઈ ડાભી, અમિત વસરામભાઈ ડાભી, રવિ વસરામભાઈ ડાભી, પરબત ડાભી અને કુલદીપ ડાભી નામના પાંચ શખ્સોની મારામારીના ગુનામાં ધરપકડ કરેલ છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

કચ્છના રાપર તાલુકાના કાનપર ગામે રહેતા સુરેશભાઇ ચંદુભાઈ કોળી નામનો ૩૩ વર્ષીય યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અમીતભાઈ બચુભાઈ સોલંકી નામના ૩૫ વર્ષીય યુવાનને માળીયા ફાટક પાસે અજાણ્યા યુવાને માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબી તાલુકાના ખારીચીયા ગામે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા સમયે ટ્રેકટરમાંથી પડી ગયેલા વેસ્તાભાઈ વીરજીભાઈ ભીલ નામના ૫૫ વર્ષીય આધેડને પણ સારવારમાં સિવિલે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ત્રણને ઇજા

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા ઈશ્વરભાઈ મનજીભાઈ લકુમ નામના ૬૦ વર્ષિય આધેડ ગામ નજીકથી બાઇક લઇને જતા હતા ત્યાં બાઇક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત થયેલા ઈશ્વરભાઈ લકુમને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટની સોમનાથ સોસાયટીમાં રહેતા અંજનાબેન જીતેન્દ્રગિરી ગોસ્વામી નામની ૪૨ વર્ષીય મહિલા મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસેથી બાઇકમાં જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બનતા તેમાં ઇજાઓ થવાથી અંજનાબેનને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયા હતા. તેમજ સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામે રહેતા અનુમહારાજ મોહનદાસ શ્રીમાળી નામના ૪૯ વર્ષીય આધેડ કચ્છથી પરત આવતા હતા ત્યારે સામખયારીના ટોલનાકા પાસે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયુ હતુ જેથી ઈજાગ્રસ્ત થયેલા અનુમારાજને પણ મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું પોલીસસૂત્રોએ જણાવીને ત્રણેય બનાવોની આગળની તપાસ હાથ ધરી છે.






Latest News