મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર આઈટીઆઈ પાસે સામસામા વાહન અથડાતા ત્રણ યુવાન સારવારમાં


SHARE









મોરબીના ભરતનગર આઈટીઆઈ પાસે સામસામા વાહન અથડાતા ત્રણ યુવાન સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામ પાસેના આઈટીઆઈ નજીક તા.૩૦-૧ ના સવારે નવેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં ત્રણ યુવાનોને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આ બાબતે વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ભરતનગર ગામ પાસે આવેલી આઇટીઆઇ નજીક તા.૩૦-૧ ના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં એક વાહનમાં રહેલા જીગર ભરતભાઇ ઘોડાસરા (૨૨) રહે.વિજયનગર ગાયત્રી ગરબી ચોક નટુભાઈની કેબીન પાસે રવાપર અને મીત હસમુખભાઇ ઘોડાસરા (૨૭) રહે.વિજયનગર ગાયત્રી ગરબી ચોક પાસે નટુભાઈની કેબિન પાસે રવાપર ગામવાળાઓને ઇજાઓ પહોંચી હતી.જેથી બંનેને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે ઉપરોક્ત બનાવમાં સામેના વાહનમાં રહેલા ઉમંગ નરેન્દ્રભાઇ દસાડીયા રહે વિજયનગર રવાપર રોડ નામના ૨૦ વર્ષના યુવાનને પણ વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બંને બનાવો સંદર્ભે હોસ્પિટલમાંથી નોંધ આવતા હાલ મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા બનાવની નોંધ કરીને અકસ્માત સંદર્ભે આગળની તપાસ હાથ ધરાઈ છે.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ઈજા પામેલ રાહુલ નિલેશભાઈ લોઢીયા (ઉમર ૨૯) રહે.જુના હાઉસિંગ બોર્ડ મોરબી વાળાને અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.ગત તા.૨૬-૧ ના રોજ અગિયારેક વાગ્યાના અરસામાં રફાળેશ્વર ગામ પાસે સર્જાયેલ વાહન અકસ્માતમાં ઇજા પામતા રાહુલને દવાખાને ખસેડાયો હતો જે અંગે યાદી આવતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરાઈ હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે મકનસર ગામે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં ઘરની પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ હાલતમાં મહેશ નાથાભાઇ શ્રીમાળી (૪૦) અને મનોજ નાથાભાઇ શ્રીમાળી (૩૦) રહે.બંને પ્રેમજીનગર વાળાઓને અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે અંગે ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર એમ.જે. કહાંગરા દ્વારા નોંધ કરીને તપાસ કરાઇ હતી.

હળવદ રોડ અકસ્માત

મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર ઘુંટુઅને ઉંચી માંડલ ગામની વચ્ચે વાહન અકસ્માતનો બનાવ થયો હતો.જેમાં બે લોકોને ઈજા થતા સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા.વધુમાં બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ઘુટુ અને ઉંચી માંડલ ગામ વચ્ચે તા.૨૬-૧ ના રોજ સાંજે ચારેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઈજા પામેલા અશ્વિન છગનભાઈ મહાલીયા (ઉંમર ૪૦) રહે ઘુંટો તા.મોરબી તેમજ પારસ અનિલભાઈ અંબાલીયા (ઉમર ૨૪) રહે.માળીયા-વનાળીયા સોસાયટી સોઓરડી પાછળ સામાકાંઠે મોરબી-૨ વાળાઓને ઇજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા જે અંગે ત્યાંથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજાએ નોંધ કરીને તપાસ કરી હતી




Latest News