મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડવા સબબ કલેકટર-મુખ્યમંત્રી સમક્ષ કરાઈ લેન્ડગ્રેબીંગ દાખલ કરવા માટે અરજી


SHARE









મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડવા સબબ કલેકટર-મુખ્યમંત્રી સમક્ષ કરાઈ લેન્ડગ્રેબીંગ દાખલ કરવા માટે અરજી

મોરબીના ખત્રીવાડ શેરી નંબર ૪ માં ત્યાં રહેતા કેટલાક લોકોએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવેલ હોય તેની સામે જાગૃત નાગરીકે કલેકટર-મોરબી સમક્ષ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરી જવાબદારો સામે ગુન્હો નોંધવા મુખ્યમંત્રી-ગુજરાત રાજય સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં ખત્રીવાડ શેરી નંબર ૪ માં સીટીસર્વે કચેરીના વોર્ડ નંબર ૧ માં સમાવેશ થતી આશરે ૪૦૦૦ ફુટ જેટલી વર્ષોથી ખાલી પડેલ આ સરકારી જમીન ઉપર ત્યાં બાજુમાં રહેતા આસામીઓ દ્રારા બળજબરીપૂર્વક કબ્જો કરીને મકાન બાંધીને તે મકાન ભાડે આપી તથા જાહેર રસ્તાઓનું દબાણ કરવામાં આવેલ જાગૃત નાગરીક તરફથી અવાર-નવાર તે અંગે મોરબી નગરપાલીકા સમક્ષ રજુઆત કરતા દબાણ કરતા જવાબદાર તત્વો સામે કોઈ જ પગલા લેવાયેલ નહિ..!! અને લેભાગુ તત્વો દ્વારા જાગૃત નાગરીકને બેફામ ગાળો આપીને તેમના પરીવારના સભ્યો ઉપર હુમલો કરીને જાગૃત નાગરીકની જ મિલ્કત પચાવી પાડવા અંગે ગર્ભિત ધમકીઓ આપવામાં આવતા આખરે નાછુટકે દબાણકર્તાઓને અટકાવવા તથા સરકારી જમીનનો કબજો ખાલી કરાવવા તથા જવાબદાર તમામ તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરી સખ્ત નસિહત અપાવવા મોરબીના જાગૃત નાગરીક તરીકે દિલીપીગીરી ગૌસ્વામીએ સરકાર વતી ફરીયાદી બનીને મોરબી કલેકટર સમક્ષ ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ સામાવાળા સુરેશભાઇ ગોવિંદસિંહ રાઠોડ તથા અન્ય દબાણકર્તાઓની સામે પગલા લેવા માટે અરજી નંબક ૪૨૮૦૦૨૩૦૦૦૮૫૦૭ થી ફરીયાદ દાખલ કરેલ છે અને તે ફરીયાદના કામે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો વધુ તત્વોના નામ ખુલ્લે તેવા પુરતા સંજોગો છે અને તે તમામ જવાબદાર દબાણ કરનારાઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ અરજી નંબર ૪૨૮૦૦૨૩૦૦૦૮૫૦૭ ને અરજીમાં પક્ષકાર તરીકે જોડી તમામ દબાણકર્તાઓની સામે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ ધોરણસર ગુન્હો નોંધવા જાગૃત નાગરીક દિલીપગીરી ગૌસ્વીમી દ્રારા કલેકટરને તેમજ મુખ્યમંત્રી ગુજરાત રાજય ગાંધીનગર ખાતે રજુઆત કરવામાં આવેલ છે.






Latest News