વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજમાં સાહસિક પ્રવૃતિઓની શિબિર યોજાઈ


SHARE









મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજમાં સાહસિક પ્રવૃતિઓની શિબિર યોજાઈ

રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત એમ.એમ. સાયન્સ કોલેજ મોરબી ખાતે સાહસિક પ્રવૃતિઓની પાંચ દિવસીય શિબિર યોજાઈ હતી. આ શિબિરના પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા  આ શિબિરનું ઉદ્ઘાટન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું અને જિલ્લા પ્રોજેકટ ઓફિસર, ડિઝાસ્ટર શાખાના અમરીનબેન ખાનની દેખરેખ હેઠળ ૧૦૮ એમ્બ્યુલન્સની તબીબી સેવા, અગ્નિશામકની પ્રવૃતિઓ, ધરતીકંપ તથા પૂર સમયના બચાવ અંગેનું પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવ્યું છે.




Latest News