કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

સુરતમાં વિધાર્થીઓ ઉપર હુમલો કરનાર પોલીસને ૨૪ કલાકમાં સસ્પેન્ડ ન કરે તો આંદોલન: મોરબી એબીવીપીની ચિમકી


SHARE







સુરતમાં વિધાર્થીઓ ઉપર હુમલો કરનાર પોલીસને ૨૪ કલાકમાં સસ્પેન્ડ ન કરે તો આંદોલન: મોરબી એબીવીપીની ચિમકી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સુરતની ઘટના બની જેમાં વીર નર્મદ યુનવર્સિટીમાં કુલપતિની મંજુરીથી એક દિવસ ગરબાનું આયોજન થયું હતું જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ જ હાજર હતા ત્યારે ત્યાં અચાનક પી.આઇ. કિરણ મોદી અને અન્ય પોલીસ કર્મીઓ દારૂના નશામાં આવ્યા હોય તેમ વિધાર્થીઓ તેમજ  બહેનોને ગાળો અને અપશબ્દો બોલીને દમનકારી વલણ અપનાવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓ તેમની સાથે સંવાદ કરવા ગયા તો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ૪ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને મારપીટ કરવામાં આવી હતી. આવી દમનકારી નીતિ અને સુરત પોલીસની ગુંડાગીરી ગૃહમંત્રીના ઘરે જ (સુરત) કરવામાં આવી હતી આ મારપિટમાં સામાન્ય વિદ્યાર્થી ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના મંત્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ સહમંત્રી વિર્તિબહેન શાહ ઉપરાંત અન્ય મહાનગરના વિદ્યાર્થી કાર્યકર્તાઓને પણ ગંભીર ઇજા પહોચી છે અને ૪ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેને લઈને એ.બી.વી.પી. મોરબી દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને ૨૪ કલાકમાં જો જવાબદાર પોલીસ કર્મચારીને ડીસમિસ કરવામાં નહિ આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે






Latest News