મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

નવલખી બંદરે ગાડી ચેક કરનારા સિક્યુરિટી ગાર્ડને હાથ-પગ ભાંગી નાખીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE





નવલખી બંદરે ગાડી ચેક કરનારા સિક્યુરિટી ગાર્ડને હાથ-પગ ભાંગી નાખીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી જિલ્લામાં આવેલ નવલખી બંદરે સિક્યુરિટીમાં નોકરી કરતા યુવાને ગાડી ચેક કરી હતી જે બાબતનો ખાર રાખીને બે શખ્સો દ્વારા તે યુવાનના ગામમાં આવીને તેને ત્યાં રોકીને ગાળો આપી હતી તેમજ હાથ પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનના પિતા દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી બે પૈકીના એક આરોપીની ધરપકડ કરેલ છે જોકે, અન્ય એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે જ્ઞાનનગરીમાં રહેતા ઈસ્માઈલભાઈ સલેમાનભાઈ જંગીયા જાતે મુસ્લિમ (૫૫)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુરસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા રહે. બંને મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ફરિયાદીનો દીકરો સમીર ઈસ્માઈલભાઈ જંગીયા માળીયા તાલુકાના નવલખી બંદર ઉપર સિક્યુરિટીમાં નોકરી કરે છે અને તે ત્યાં આવતી જતી ગાડીઓને ચેક કરવાનું કામ કરી રહ્યો છે દરમિયાન ફરિયાદીના દીકરાએ આરોપીઓની ગાડીને ચેક કરી હતી જે તેઓને સારું નહીં લાગતા આરોપીઓએ તે બાબતનું મન દુઃખ રાખીને વવાણિયા ગામે સફેદ કલરની ફોરવ્હીલ ગાડીમાં આવીને ફરિયાદીના દીકરાને ગાળો આપી હતી તેમજ ફરિયાદીના દીકરાના હાથ પગ ભાંગી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં અનિરુદ્ધસિંહ જાડેજા રહે. મોટા દહીસરા વાળાની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને વધુ તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.જે. ઝાલા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

માળિયા તાલુકાના વર્ષમેડી ગામે ફાટક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા તેની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા શીવાભાઈ સુરેશભાઈ પરસોંડા જાતે કોળી (૨૫) રહે. વાડા વિસ્તાર માળિયા મીયાણા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૨૩૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News