મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં કારખાનામાં લાગેલી આગ આઠ કલાકે કાબુમાં આવી


SHARE









મોરબીના લાતી પ્લોટમાં કારખાનામાં લાગેલી આગ આઠ કલાકે કાબુમાં આવી

મોરબીમાં લાતી પ્લોટ શેરી નંબર ૬-૭ વચ્ચે આવેલ હિમાલય ફ્રેમ્સ નામના કારખાનામાં ગઈ કાલે રાતે આઠ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી જેથી તાત્કાલિક મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરબ્રિગેડની ગાડી અને માણસો તાત્કાલિક સ્થળ ઉપર પહોચ્યા હતા અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો જો કે, ઉપર જવાનો રસ્તો એક જ હતો અને આગ બીજા તેમજ ત્રીજા મળે લાગેલ હોવાથી મોરબી ફાયરની ટિમ ઉપરાંત રાજકોટ ફાયર વિભાગની ટીમને પણ ત્યાં બોલાવવામાં આવી હતી અને રત્ન અઢી થી ત્રણ વાગ્યાના અરસામાં આગ સંપૂર્ણ કાબુમાં આવી હતી જો કે, આગ કયા કારણોસર લાગી હતી તે અંગે કોઈ માહિતી સામે આવી નથી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી જો કે, મોરબીમાં જયારે પણ આગ કે અકસ્માતની ઘટના બને છે ત્યારે બહારના જિલ્લાઓમાંથી ફાયર બીગ્રેડની ટીમોને બોલાવવી જ પડે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવવા માટે જે જમીન આપવામાં આવી છે ત્યાં વહેલી તકે નવું અધ્યતન સુવિધા સાથેનું ફાયર સ્ટેશન બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવે તે અનિવાર્ય છે




Latest News