મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું પાસે કેમિકલ ઠલાવવા આવેલ ટેન્કરને લોકોએ પકડ્યું, ડ્રાઈવર ફરાર, એકને દબોચ્યો: જીપીસીબીએ સેમ્પલ લીધા


SHARE









મોરબીના ઘૂટું પાસે કેમિકલ ઠલાવવા આવેલ ટેન્કરને લોકોએ પકડ્યું, ડ્રાઈવર ફરાર, એકને દબોચ્યો: જીપીસીબીએ સેમ્પલ લીધા

મોરબી તાલુકાના ઘુટુ ગામથી આગળના ભાગમાં પસાર થતી નર્મદાની મચ્છુ કેનાલ પાસે કેમિકલ ભરેલું ટેન્કર ઠલાવવા માટે થઈને ટેન્કર લઈને ડ્રાઇવર તથા તેની સાથે એક શખ્સ આવ્યા હતા અને અવાવરુ જગ્યામાં ટેન્કરમાં ભરેલ કેમિકલ અથવા તો કેમિકલ યુક્ત પાણી ઠાલવતા હતા ત્યારે લોકો ત્યાં પહોંચ્યા હતા જેથી કરીને ટેન્કરનો ચાલક ત્યાંથી પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો જોકે ટેન્કરના ચાલક સાથે રહેલ અન્ય એક શખ્સને સ્થાનિક લોકો દ્વારા ઝડપી લીધો હતો અને પોલીસ તેમજ જીપીસીબીની ટીમને ત્યાં બોલાવી હતી જેથી કરીને જીપીસીબીના અધિકારી દ્વારા હાલમાં ટેન્કરમાં રહેલ પ્રવાહી અને ઘૂટું નજીક જાહેરમાં ફેંકવામાં આવેલ પ્રવહીના સેમ્પલ લેવામાં આવેલ છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં આડેધડ કેમિકલ અથવા તો કેમિકલ યુક્ત પાણી ઠાલવતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં તાજેતરમાં મોરબી તાલુકાના ઘુટુ ગામથી આગળના ભાગમાં પસાર થતી નર્મદાની મચ્છુ કેનાલ પાસે કેમિકલ ભરેલું ટેન્કર ઠલાવવા માટે ટેન્કર લઈને આવ્યા હતા ત્યારે ગામના લોકોએ ટેન્કરને પકડ્યું હતું જો કે, ટેન્કરનો ડ્રાઈવર તકનો લાભ લઈને નાશી ગયો હતો અને તેની સાથે આવેલ શખ્સને સ્થાનિક લોકોએ પકડી લીધો હતો અને જે ટેન્કરમાં બેસીને તે આવ્યો હતો તે ટેન્કરમાં કયું કેમિકલ છે તેની સ્થાનિક લોકોને પૂછપરછ કરી હતી જો કે, વારંવાર પૂછપરછ કરવા છતાં પણ તે ટેન્કરમાં ભરેલ કેમિકલ અથવા તો કેમિકલ યુક્ત પાણીથી ક્યાંથી ભરીને આવ્યો છે ? અને અહીંયા શા માટે ઠાલવતો હતો ? તે વિશે કોઈ સાચી માહિતી તે શખ્સ આપતો ન હતો જેથી કરીને ગામના લોકો દ્વારા આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને તથા જીપીસીબીના અધિકારીને કરવામાં આવી હતી જેથી કરીને રાત્રે મોરબી તાલુકા પોલીસની ટીમ તથા જીપીસીબીની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને જે શખ્સને ગામના લોકો દ્વારા પકડવામાં આવ્યો હતો તેને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવતા પોલીસ તે શખ્સને લઈને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવી હતી આ ઉપરાંત ગામના લોકોના કહેવા પ્રમાણે જીપીસીબીના અધિકારીને બોલાવ્યા હતા જેથી કરીને અધિકારી મોડી રાતે ત્યાં આવ્યા હતા અને ટેન્કરમાં રહેલ કેમિકલ અને ઘૂટું ગામ પાસે ફેંકવામાં આવેલ સેમ્પલના નમૂના લેવામાં આવેલ છે અને હાલમાં જીપીસીબીના અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ આ સેમ્પ્લ્ને રાજકોટ ખાતે લેબમાં મોકલાવવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે જોકે, ખરેખર ટેન્કરની અંદર કેમિકલ હતું કે કેમિકલ યુક્ત પાણી ? અને આ કેમિકલ અથવા તો કેમિકલ યુક્ત પાણીથી જમીન, અબોલ જીવ અને લોકોને નુકસાન કરે તેમ છે કે કેમ ? તે અંગેની સાચી માહિતી લોકોને મળે તે માટે થઈને પોલીસ અને જીપીસીબીના અધિકારીને સ્થાનિક લોકો દ્વારા જાણ કરીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા તેવી માહિતી ગામના લોકો પાસેથી જાણવા મળી રહે છે




Latest News