મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમાસર ચોકડીએ કારમાંથી બીયરના ટીન સાથે બે આરોપી પકડાયા: કાર કબ્જે ન લેવાઈ !


SHARE













માળીયા (મી)ની ભીમાસર ચોકડીએ કારમાંથી બીયરના ટીન સાથે બે આરોપી પકડાયા: કાર કબ્જે ન લેવાઈ !

માળીયા મીયાણાની ભીમાસર ચોકડી પાસે કારને ચેક કરી હતી ત્યારે તેમાંથી બીયરના ટીન મળી આવ્યા હતા જો કે, પોલીસે માત્ર બીયર સાથે બે આરોપીને પકડયા છે જો કે, કારને કબજે કેમ લેવામાં આવી નથી તે તપાસનો વિષય છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણાની ભીમાસર ચોકડી પાસેથી માળીયા કચ્છ હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહેલ ગાડી નંબર જીજે ૩૬ એલ ૮૬૫૪ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાં પાછળની સીટમાંથી કિંગફિશરના ત્રણ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને ૩૦૦ ની કિંમતના બિયરના ટીન કબજે કર્યા હતા અને આરોપી મનોજકુમાર જયંતીભાઈ સનાવડા જાતે પટેલ (૩૫) રહે. કીડી તાલુકો હળવદ અને કમલેશભાઈ ગોવિંદભાઈ છત્રોલા જાતે પટેલ (૪૦) રહે. જોડીયા જીલ્લો જામનગર વાળાની ધરપકડ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગના કિસ્સાઓમાં વાહનની અંદરથી દારૂ બિયર પકડાય અથવા તો વાહન ઉપર દારૂ બિયર લઈને જતા હોય કે પછી દારૂના નશામાં વાહન ચલાવતા કોઈ પકડાઈ તો વાહનને પણ મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવતું હોય છે જોકે આ કિસ્સામાં માળિયા તાલુકા પોલીસ દ્વારા કારને કબજે શા માટે લેવામાં આવેલ નથી તે પણ એક તપાસનો વિષય બની જાય છે

વરલી જુગાર

હળવદમાં બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં જાહેર રસ્તા ઉપર વરલી જુગારના આંકડા લેતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિપુલભાઈ સુરેશભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (૩૦) રહે. બસ સ્ટેશન પાછળ હળવદ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે ૭૪૦ ની રોકડ કબજે કરી તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News