મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદમાં યોગ્ય છોકરી મળે એટલે સગાઈ કરાવી દેવાનું માતા-પિતાએ કહેતા સગીરે અંતિમ પગલું ભર્યું


SHARE









હળવદમાં યોગ્ય છોકરી મળે એટલે સગાઈ કરાવી દેવાનું માતા-પિતાએ કહેતા સગીરે અંતિમ પગલું ભર્યું

હળવદમાં ગોરી દરવાજે રહેતા સગીરે તેના માતા પિતાને સગાઈ કરી દેવા માટે તેને વાતચીત કરી હતી જોકે માતા-પિતાએ યોગ્ય છોકરી મળે એટલે સગાઈ કરાવી દેશું તેવું કહ્યું હતું જેથી સગીરને લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેજને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પિતાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વર્તમાન સમયમાં સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે જેમાં સગીર વયના બાળકો પરિવારની કલ્પના પણ ન હોય તે પ્રકારનુ પગલું ભરી લેતા હોય છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી થોડા દિવસો પહેલા જ મોરબીમાંથી પ્રેમીને પામવા માટે એક સગીરા ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ અભ્યમની ટીમ દ્વારા તે સગીરાનું સમજાવીને પરિવારજનો સાથે મિલન કરવામાં આવ્યું હતું તેવામાં હાલમાં હળવદ શહેરના ગોરી દરવાજે રહેતા રવિ નવઘણભાઈ પનારા જાતે કોળી (૧૭) નામના સગીરે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળા ટુંપો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની મૃતકના પિતા નવઘણભાઈ સોમાભાઈ પનારા જાતે કોળી (૪૨)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક રવિએ તેના માતા પિતાને બે મહિના પહેલા સગાઈ કરાવી દેવા માટે વાતચીત કરી હતી અને અવારનવાર તે સગાઈ કરાવી દેવા માટે થઈને તેના માતા પિતાને કહેતો હતો જોકે તેના માતા-પિતાએ યોગ્ય છોકરી મળે તો સગાઈ કરાવી દેશું તેવું કહ્યું હતું જેથી કરીને રવિને લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News