મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે નિરાધાર બાળકો માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઇ


SHARE









મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે નિરાધાર બાળકો માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઇ

મોરબી જીલ્લાના બેલા ગામ પાસે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં બાળસંભાળ ગૃહની સ્થાપના કરવામાં આવેલ છે અને આ સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા બાળકોની અઢાર વર્ષ સુધીની જવાબદારી નિભાવવામાં આવશે.

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે ખોખરા હનુમાન હરિહર ધામ આવેલ છે તેના પરિસરમાં મહા મંડલેશ્વર કનકેશ્વરી દેવી દ્વારા નિરાશ્રિત બાળકોના ઉછેર માટે બાળસંભાળ ગૃહની માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલ છે. મોરબી જીલ્લાના એવા કોઈ પણ બાળકો કે, જેને જવાબદારી પૂર્વક સંભાળનાર ન હોય તેના ઉછેરની સંપૂર્ણ વ્યવસ્થા, નિવાસ, ભોજન, અભ્યાસ વગેરે જેવી સુવિધાયુક્ત બાળસંભાળ ગૃહ, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત “સદ્વગુરુ વાત્સલ્ય વાટીકા” શરૂ કરવામાં આવેલ છે. આ સંસ્થા દ્વારા આવા બાળકો માટે વિનામુલ્યે સર્વાંગી વિકાસના હેતુથી સંસ્થાને શરૂ કરવામાં આવી છે અને ત્યાં આવા 0 થી ૧૮ વર્ષ સુધીના બાળકોની જવાબદારી સંસ્થા દ્વારા નિભાવવામાં આવશે. જે સમાજ સુરક્ષા વિભાગ તથા બાળસુરક્ષા વિભાગના બાળકિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ ના માપદંડ મુજબ ચલાવવામાં આવશે. મોરબી જીલ્લાના સમાજ સેવી નાગરિકોને વિશેષ માહિતી માટે આશ્રમના કાર્યાલય ખાતે અથવા તો મોબાઈલ નં. ૯૯૦૪૯૫૫૫૫૨ અને ૯૮૯૮૨ ૫૫૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News