મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક હરીપર પાસે ડિવાઈડર ક્રોસ કરતાં ટ્રક ટ્રેલરના ઠાંઠામાં પાછળ બીજું ટ્રક ટ્રેલર અથડાતાં એક ડ્રાઈવરનું મોત


SHARE





માળીયા (મી) નજીક હરીપર પાસે ડિવાઈડર ક્રોસ કરતાં ટ્રક ટ્રેલરના ઠાંઠામાં પાછળ બીજું ટ્રક ટ્રેલર અથડાતાં એક ડ્રાઈવરનું મોત

માળીયા મિયાણા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામની બાજુમાં ડિવાઈડર ક્રોસ કરી રહેલા ટ્રક ટ્રેલરના ઠાંઠામાં પાછળ આવી રહેલ ટ્રક ટ્રેલર આથડયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં અકસ્માત સર્જનાર ટ્રક ટ્રેલરના ચાલકને પેટ અને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલા ટ્રક ડ્રાઇવર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઉપરલા ગામના રહેવાસી બુલારામ પૂરખારામ માંજુ જાતે બિસ્મોઈ (૫૧)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક પપ્પુકુમાર લાલમુની યાદવ રહે. ઉત્તર પ્રદેશ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, માળિયા મીયાણા નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા હરીપર ગામની બાજુમાં રેલવે ઓબરબ્રિજ પાસે ડિવાઈડર ક્રોસ કરી રહેલા ફરિયાદીના ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૪૪૩૬ ની પાછળના ભાગમાં આરોપી મૃતક પપ્પુકુમાર લાલમુનિ યાદવએ તેના હવાલા વાળા ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીએક્સ ૭૭૬૪ ને ધડાકા અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં પપ્પુકુમાર યાદવને પેટ અને માથાના ભાગે ગંભીએ ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં બુલારામ માંજુ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક પપ્પુકુમાર યાદવ સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News