મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE









મોરબીના લાલપર પાસે બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ ચોકડીએથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ગાય ઉતરતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઈ હોવાથી સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઈનબોક્સ સિરામિક લેબર કવાર્ટરમાં રહેતા જયકરણ સુદામાભાઈ સરમન નામનો યુવાન બાઈક લઈને મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ ચોકડીએથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં તેના બાઇકની આડે ગાય ઉતરી હતી અને ગાય સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ રફાળેશ્વર ગામ પાસે વાહન અકસ્માત બન્યા હતાઅને  અકસ્માતના બનાવમાં પાર્થ દિલીપભાઈ કુંભાણી (૧૯) રહે. મકનસર વાળાને ઈજા થઇ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News