મોરબીમા સાત કલાક સુધી રેસક્યું બાદ એક માનવ જિંદગી બચી, નવી બનતી મેડિકલ કોલેજમાં સ્લેબ તૂટતાં થયો 'તો અકસ્માત: તંત્ર કયારે જાગશે ?
SHARE









મોરબીમા સાત કલાક સુધી રેસક્યું બાદ એક માનવ જિંદગી બચી, નવી બનતી મેડિકલ કોલેજમાં સ્લેબ તૂટતાં થયો 'તો અકસ્માત: તંત્ર કયારે જાગશે ?
મોરબીના સનાળા ગામ પાસે રાજકોટ રોડ ઉપર નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવી રહી છે જેના બીજા માળ ઉપર સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો છે જેથી કરીને મજૂરોને ઈજા થયેલ છે અને ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાય છે જોકે એક મજૂર કાટમાળની વચ્ચે દબાઈ ગયેલ હોય તેને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી હતી અને સાત કલાકે કાટમાળમાં દબાયેલા યુવાનને બહાર કાઢ્યો હતો અને સારવારમાં ખસેડાયો હતો.
રાજ્ય સરકાર દ્વારા મોરબીમાં નવી મેડિકલ કોલેજ મંજુર કરવામાં આવી છે જે નવી મેડિકલ કોલેજ બનાવવા માટેની કામગીરી હાલમાં મોરબીના સનાળા ગામ થી આગળ રાજકોટ રોડ ઉપર ચાલી રહી છે અને ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેમાં બીજા માળ ઉપર સ્લેબ ભરવા માટેની કામગીરી શુક્રવારે રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કરવામાં આવી રહી હતી ત્યારે કોઈ કારણોસર સ્લેબ તૂટી પડ્યો હતો જેથી કરીને લોખંડના સળિયા અને સિમેન્ટ કોંકરેટનો જે માલ હતો તેની સાથે ઉપર કામ કરી રહેલા મજૂરો નીચે પહેલા માળ ઉપર પટકાયા હતા દરમિયાન કેટલાક મજૂરો હેમખેમ હોવાથી તેઓ દોડીને નીચે ઉતરી ગયા હતા જોકે અમુક મજૂરને ઈજા થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને એક મજૂર લોખંડના સળિયા અને બાંધકામના માલ વચ્ચે ફસાઈ ગયેલ છે જેથી કરીને તેને બચાવવા માટેની કામગીરી ફાયર વિભાગ અને પોલીસના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આઠ વાગ્યે સ્લેબ તૂટી પડ્યો હતો અને તેની વચ્ચે ફસાયેલ મજૂરને કાઢવા માટેની કામગીરી ચાલી રહી હતી અને શનિવારે વહેલી સવારે ૩ વાગ્યે કાટમાળમાં ફસાયેલ મજૂરને બહાર કાઢવામાં આવ્યો હતો નથી આ કામગીરીની અંદર જે કોઈની બેદરકારી હોય તેની સામે આકરા પગલાં લેવાય તેવી ટંકારાના ધારાસભ્ય તેમજ કોંગ્રેસના આગેવાનોએ દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી છે મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજની છત તૂટી પડતા કુલ પાંચ મજૂરો ઘટનાનો ભોગ બન્યા હતા.
જેમાં કમલેશ કૈલાષભાઇ ઉર્ફે કલાભાઈ વાકલા (૨૭) રહે. રૂપાખડા, જી.જાંબુઆ, મધ્યપ્રદેશવાળાને સરકારી હોસ્પિટલ મોરબી, મનીષ મગનભાઈ મેડા (૩૦) રહે સંજયભાઈ નાગજીભાઈ મારકણા (૪૫) રહે. રાજકોટ અને અરુણકુમાર પાસવાન રહે.ભરખડ વાળાને સાગર હોસ્પિટલ મોરબી ખાતે રાખવામાં આવ્યા હતા. અને કેદાર ઉર્ફે સુનિલ રૂતુભાઇ શાહુ રહે.ટોટી ગામ, કલાડી ઓરિસ્સા વાળો કાટમાળમા ફસાયેલ હતો જેને મોરબી અને રાજકોટની ફાયરની ટીમે સાત કલાકે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલ છે અને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે ખસોડવામાં આવેલ છે.તેવી માહિતી મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા પાસેથી જાણવા મળેલ છે.
અત્રે ઉલ્લેખનીએ છે કે જિલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી મોરબીને અધ્યતન ફાયર સ્ટેશન આપવામાં આવે તેવી મોરબી સિરામિક એસોસિએશન સહિતના જુદા જુદા એસોસિયેશન દ્વારા માંગ કરવામાં આવેલ છે પરંતુ સરકાર દ્વારા તે બાબતને ગંભીરતાથી લેવામાં આવેલ નથી અને આજ દિવસ સુધીમાં કારખાનાઓમાં અકસ્માતની અનેક મોટી ઘટનાઓ બની છે અને જેમાં કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને શુક્રવારે સાંજે નવી બનતી મેડિકલ કોલેજ ખાતે ઘટના બની ત્યાં પણ ફાયરના ટાંચા સાધનોના કારણે બચાવ રાહતની કામગીરી કરવામાં વાર લાગી હતી જેથી કરીને સાત કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું અને રાજકોટ થી ફાયર વિભાગની ટીમોને મોરબી સુધી દોડાવવામાં આવી હતી ત્યારબાદ સાત કલાકે રેસ્ક્યુ પૂરું કરીને યુવાનને બહાર કાઢવામાં આવેલ છે.
સમયાંતરે સ્થાનિક ભાજપના તમામ આગેવાનો દ્વારા આ બાંધકામની સમીક્ષા માટે ત્યાં મુલાકાત લેવામાં આવી હતી છતાં પણ ઉપરોક્ત ઘટના બની હતી.અત્રે એ પણ નોંધનીય છે કે વધુમાં એવી પણ માહિતી મળી રહી છે કે. છતના ટેકા લગાવવામાં આવ્યા હતા અને સળિયા ગોઠવવામાં આવ્યા હતા જે પૈકી અડધી છત જ ભરવાની હતી તેવી સૂચના હતી છતાં પણ આખી છત ભરાઈ ગઈ અને લોડ વધી ગયો જેના કારણે આ ઘટના બની હતી.જોકે એ વાત પણ એટલી જ હકીકત છે કે જો સ્થળ ઉપર એન્જિનિયર હાજર હોત તો અડધી જ છત ભરવામાં આવી હોત, એનો સિધો મતલબ એવો થાય કે ઉચ્ચ અધિકારીઓની હાજરી ન હતી અને બાંધકામ મજૂરો દ્વારા જ કામ થતું હતું જે બેદરકારીના લીધે આ ઘટના બની હતી તેવું હાલ ફલિત થઈ રહ્યું છે.

