હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી-ટંકારાના દારૂના ગુનામાં ૧૮ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી પકડાયો


SHARE













મોરબી-ટંકારાના દારૂના ગુનામાં ૧૮ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી પકડાયો

મોરબી સીટી એ ડીવીજન અને તથા ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ૧૮ વર્ષથી આરોપી નાસરો ફરતો હતો જે આરોપીને રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના રોહટ ખાતેથી એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે અને આરોપીને ટંકારા પોલીસ હવાલે કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ. ભોચીયા તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટિમ કામ કરી રહી છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા, પુથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે હકિકત મળેલ કે, ટંકારા અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતો ફરતો આરોપી પુનમારામ ઉર્ફે પુનમચંદ ભીખારામ બિશ્નોઇ રહે. અરણાઇ તા.જી. સાંચૌર રાજસ્થાન વાળો છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પરીવાર સાથે હૈદરાબાદ ખાતે રહેતો હોય અને હાલે પોતાના વતનમાં રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના રોહટ ખાતે હોવાની હકીકત મળી હતી જેના આધારે પેરોલ ફર્લો સ્ટાફના માણસોએ ત્યાં જઈને આરોપી પુનમારામ ઉર્ફે પુનમચંદ ભીખારામ માંજુ જાયે બિશ્નોઇ (૫૮) રહે. અરણાઇ માજો કી ઢાણી તા.જી.સાંચૌર રાજસ્થાન વાળાની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરીને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસને સોપી આપેલ છે






Latest News