મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે બાઇક ચાલક યુવાનને કચડી નાખનાર ડમ્પરના ડ્રાઈવરની ધરપકડ


SHARE













મોરબીના બંધુનગર પાસે બાઇક ચાલક યુવાનને કચડી નાખનાર ડમ્પરના ડ્રાઈવરની ધરપકડ

મોરબીના બંધુનગર પાસે તુલસી પેટ્રોલ પંપની સામેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે તેને હડફેટે લેતા યુવાન ઉપરથી ડમ્પરનો જોટો ફરી ગયો હતો જેથી તેને છાતી તથા જમણા હાથે અને ડાબા પગના સાથળના ભાગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક કાકાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે 

મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલમાં મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ એવલોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગોવિંદ ખોકારામ બરમન (૪૩)એ ડમ્પર નંબર જીજે ૧૩ એ ડબલ્યુ ૭૨૯૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કેમોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર પાસે તુલસી પેટ્રોલ પંપની સામેથી તેનો કૌટુંબિક ભત્રીજો વિકાસ જગદીશ બરમન (૩૮) પોતાના હવાલા વાળું બાઈક નંબર જીજે ૯ સીએફ ૮૭૯૧ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને ડમ્પર ચાલકે હડફેટે લેતા ડમ્પરનો જોટો તેના ઉપરથી ફરી ગયો હતો જેથી તેને છાતીજમણા હાથડાબા પગના સાથળના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તેનું વાહન ડમ્પર નીચે ફસાઈ જતા ડમ્પરનો ચાલક તેના હવાલા વાળું ડમ્પર સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી મૃતક યુવાનના કૌટુંબિક કાકા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી શિવાભાઈ જીવણભાઈ કરૂ (૨૧) રહે. જાંબુડિયા વાળાની ધરપકડ કરેલ છે








Latest News