વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર પાટિયા પાસે ડીવાઈડર કુદીને આવેલ સરકારી ગાડીએ આધેડનો ભોગ લીધો: એક સારવારમાં


SHARE







ટંકારાના જબલપુર પાટિયા પાસે ડીવાઈડર કુદીને આવેલ સરકારી ગાડીએ આધેડનો ભોગ લીધો: એક સારવારમાં

ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસેથી સરકારી ગાડી પસાર થઈ રહી હતી ત્યારે સરકારી ગાડી ડીવાઈડર કુદીને સામેની સાઈડ આવી ગઈ હતી અને ત્યાં ગાડી અને બાઈક અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું અને એક વ્યક્તિને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા છે. અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાનાં જબલપુર ગામના પાટીયા નજીક પેટ્રોલપંપ નજીક જામનગર તરફથી આવતી જીજે ૩ જી ૧૮૨૮ નંબરની સરકારી ગાડી આવી રહી હતી ત્યારે તે ગાડી ડીવાઈડર કુદીને સામેના ભાગમાં રોડ ઉપર આવી ગઈ હતી અને સામેથી આવી રહેલા બાઈક સાથે અકસ્માત થયો હતો જે બનાવમાં સલિમભાઈ ઉશમાન ખેર(૫૦) રહે, મોટી સુરધ્રો નલીયા કચ્છ-ભુજ હાલ રહે. ટંકારા વાળાનું મોત થયું છે જો કે, સુરેશભાઈ નાનજીભાઈ પટેલ રહે. રાજકોટ કાલાવડ રોડ વાળાને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં આઈ.ટી. જામ આગળની વધુ તપાસ કરી રહ્યા છે






Latest News