મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગ્રુપ બલ્ક એસ.એમ.એસ.પર નિયંત્રણ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું


SHARE









 

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગ્રુપ બલ્ક એસ.એમ.એસ.પર નિયંત્રણ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં તા.૭/૫/૨૪ ના રોજ મતદાન થનાર છે. વાંધાજનક એસ.એમ.એસ.(ટુંકા સંદેશ સેવા)/તમામ Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમનો દુરૂપયોગથી અનિચ્છનિય બનાવ ન બને મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં તમામ ચૂંટણી પ્રક્રિયા થાય તેવા હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ અને મોરબી જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી. ઝવેરી દ્વારા તા.૮/૫/૨૪ વિવિધ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વીઆઇ, બી.એસ.એન.એલ.(સેલ વન), રીલાયન્સ જીયો, એરટેલ તેમજ Wi-Fi સર્વીસ પ્રોવાઇડર વિગેરે જેવી કંપનીઓએ સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા, સક્ષમ સતાધીશ/સમિતિ દ્વારા પ્રસારણ માટે પ્રમાણિત થયા ન થયા હોય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં શાંતિપુર્ણ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા પ્રસારીત કરવા કે કરવા દેવા નહીં તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે, તા.૫/૫/૨૪ થી તા.૭/૫/૨૪ સુધી સંપૂર્ણ પણે પ્રસારણને પ્રતિબંધીત કરવાનું રહેશે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરવું ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ બીન જામીનલાયક ફોજદારી ગુનો છે.




Latest News