મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી) ના હરીપર નજીક ટ્રક પાછળ આઇસર અથડાતાં અકસ્માત: એકનું મોત


SHARE





માળીયા (મી) ના હરીપર નજીક ટ્રક પાછળ આઇસર અથડાતાં અકસ્માત: એકનું મોત

માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામની ગોળાઈ પાસે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા ટ્રકની પાછળના ભાગમાં આઇસર ગાડી અથડાઈ હતી જેથી આઇસરના ચાલકને પેટ, છાતી અને બંને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું હાલમાં આ બનાવ સંદર્ભે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ટ્રાન્સપોર્ટરે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના સરખેજ વિસ્તારમાં આપાભાઈની ચાલી મોહમ્મદયાસીન સોસાયટીની સામેના ભાગમાં રહેતા હસનભાઈ અભરામભાઈ મુસેવાળા જાતે મુસ્લિમ (૫૦)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક નાનુલાલ પેમાભાઇ રાવત જાતે મીણા (૪૯) રહે. મૂળ રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરિપર ગામની ગોળાઈ પાસેથી નાનુલાલ રાવત તેના હવાલા વાળું આઇસર નંબર જીજે ૧ ડીવી ૫૮૭૬ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળના ભાગમાં જઈ રહેલા કોઈ ટ્રકની પાછળના ભાગમાં તેણે તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં તેને પેટ, છાતી અને બંને પગમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં ટ્રાન્સપોર્ટરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News