મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જુના રફાળેશ્વર રોડે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝપટે ચડતા મજૂર યુવાનનું મોત


SHARE









મોરબીના જુના રફાળેશ્વર રોડે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝપટે ચડતા મજૂર યુવાનનું મોત

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મિલેનિયમ સીરામીક કારખાનાની સામેના ભાગમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી જવાથી મજૂર યુવાનનું મોત નીપજયું જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મિલેનિયમ સીરામીક કારખાના સામે રેલવે ટ્રેક ઉપરથી સંતોષકુમાર દુર્ગાપ્રસાદ મહેતા જાતે કુશ્વાહ (૨૧) રહે હેમ સીરામીક કારખાનાની લેબર કોલોની લાલપર ગામની સીમ મૂળ રહે. બિહાર વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં તે ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી આ યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના કૌટુંબિક કમેન્દ્રકુમાર ચંદ્રસિંહ મહેતા જાતે કુશ્વાહ (૨૯) રહે. મેટ્રોસિટી સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં લખધીરપુર રોડ મોરબી મૂળ રહે. બિહાર વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે અકસ્મૃતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.

એક બોટલ દારૂ

વાંકાનેરના જીમપરા જકાતનાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી વિશાલભાઈ શૈલેષભાઈ વાઢેર જાતે કોળી (૨૨) રહે. મોટી તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News