માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી દારૂ ભરેલ આઇસર પકડવાના ગુનામાં ગુજરાતનાં કુખ્યાત બુટલેગર સહિત બે ની ધરપકડ


SHARE

















મોરબી નજીકથી દારૂ ભરેલ આઇસર પકડવાના ગુનામાં ગુજરાતનાં કુખ્યાત બુટલેગર સહિત બે ની ધરપકડ

મોરબીના શનાળા ગામ પાસે રાજપર રોડેથી આઇસર ગાડી રોકીને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગાડીને ચેક કરી હતી ત્યારે તેમાંથી ૨૫૦ પેટી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને વાહન સહિત કુલ મળીને ૧૯,૩૧,૧૯૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આ ગુનામાં જે તે સમયે વાહનના ડ્રાઈવરને પકડવામાં આવ્યો હતો અને હાલમાં આ ગુનામાં ગુજરાતનાં કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયા સહિતના બે આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગત તા ૩૦/૩/૨૩ ના રોજ આરોપી કલ્પેશ ઉર્ફે લાલો હરદાસભાઈ લંગારીયા રહે. ઉપરકોટ, ગેબનશાપીરની દરગાહ પાસે જૂનાગઢ તેમજ અન્ય સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ હતું કે, મોરબીના શનાળા ગામ પાસેથી આઇસર ગાડી જતી હતી જેને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી ૨૫૦ પેટી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને ૩૦૦૦ બોટલ દારૂ કબ્જે કરી હતી અને ૧૨,૧૮,૩૬૦ ની કિંમતનો દારૂ, રોકડા ૭,૩૩૦, એક મોબાઇલ ૫,૦૦૦, આઇસર ૭,૦૦,૦૦૦ સહિત કુલ મળીને ૧૯,૩૧,૧૯૦ નો મુદામાલ કબજે કરેલ છે. આ દારૂનો જથ્થો ધીરેન અમૃતલાલ કારીયા રહે. જૂનાગઢ (દારૂનો મુખ્ય ધંધાર્થી અને દારૂની ગાડી મોકલનાર), શ્યામ આહીર રહે. ગોડલ (દારૂ ભરેલ ગાડીના સમાચાર જાણનાર અને ડ્રાઇવરને સુચના આપનાર ધીરેન કારીયાનો માણસ), ઉદય દવે રહે. ઝાંઝરડા રોડ જૂનાગઢ (ધીરેન કારીયાને દારૂના ધંધામાં મદદ કરનાર અને દારૂ ભરેલ ગાડીઓના ડ્રાઇવરને મદદ કરનાર અને જરૂરી સુચનો આપનાર ધીરેન કારીયાનો ડ્રાઇવર), રાહુલ નામનો હિન્દી ભાષી ડ્રાઇવર (દારૂ ભરવા માટે રાધનપુર હોટલથી ગાડી લઇ જનાર અને આપી જનાર ડ્રાઇવર તેમજ ડીઝલના પૈસા આપનાર) તેમજ આઇસર ગાડી નંબર જીજે ૧ ડીવાય ૭૬૩૨ ના માલિક અને દારૂ ભરેલ ગાડી મંગાવનાર તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે હાલમાં ધીરેનભાઈ અમૃતલાલ કારીયા જાતે લોહાણા (૪૨) રહે. ૩૦૩ બી વિંગ નોબલ પ્લેટિનમ મોતી બાગ જૂનાગઢ અને ઉદયભાઈ નરોતમભાઈ દવે જાતે બ્રાહ્મણ (૪૭) રહે. રાધે શ્યામ એપાર્ટમેંટ ઝાંઝરડા રોડ જૂનાગઢ વાળાની ધરપકડ કરેલ છે.ઉપરોક્ત બંને આરોપીઓને અન્ય પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને તેઓ અમરેલી જેલમાં હતા.દરમ્યાનમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકની હદમાં શનાળા ગામે રાજપર જતા રસ્તે પકડાયેલ દારૂના જથ્થામાં પણ તેઓ સંડોવાયેલા હોય અને તે કેસની ક્રોસ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ.ઝાલાને સોંપવામાં આવેલી હોય તેઓ દ્વારા અમરેલી જેલમાંથી ઉપરોક્ત બંનેનો ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જો લેવામાં આવ્યો હતો અને બંનેને મોરબીની કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામા આવ્યા હતા.જોકે મોરબી કોર્ટ દ્વારા બંનેને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવતા પુનઃ બંનેને અમરેલી જેલ હવાલે કરવામાં આવ્યા હતા તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.




Latest News