મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં ૧૪ મી એ યોજાશે ફ્રી સર્વરોગ નિદાન ફ્રી સારવાર અને દવા કેમ્પ


SHARE









પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં ૧૪ મી એ યોજાશે ફ્રી સર્વરોગ નિદાન ફ્રી સારવાર અને દવા કેમ્પ

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ.પ્રશાંત મેરજાએ આપબળે ડૉક્ટરની ડિગ્રી મેળવેલી.ઈન્ટરશીપ દરમિયાન કાર અકસ્માતમાં ૨૩ વર્ષની ભર યુવાનીમાં તા.૧૯ એપ્રિલ ૨૦૦૮ ના રોજ તેઓ પરલોક સીધાવી ગયા.ડૉ. પ્રશાંતે તેમના પરિવાર સમક્ષ એવો વિચાર મૂકેલો કે પોતે મેડિકલ પ્રેક્ટિસ કરશે ત્યારે ગરીબ દર્દીઓની મફત સારવાર કરશે.કમનશીબે તેમનુ અણધાર્યું અવસાન થતાં તેમનો વિચાર જીવંત રાખવા ડૉ.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ગરીબ દર્દીઓ માટે સેવાઓના જુદાજુદા પ્રકલ્પો રાખવામા આવે છે. આગામી તા. ૧૪ ને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨ દરમિયાન ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ રોડ, વાવડી ચોકડી પાસે, મોરબી ડો.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં મફત નિદાન, સારવાર અને દવાની સુવિધા સાથે સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે.ફીઝીશીયન ડૉક્ટર ભાવિન ગામીના નેજા હેઠળ ડૉ.હિતેષ કણઝારીયા (જનરલ ફીઝીશીયન), ડૉ. અક્ષય જાકાસણીયા (બાળ રોગ નિષ્ણાંત, ક્રિષ્ના હોસ્પિટલ), ડૉ.યોગેશ પેથાપરા (ઓર્થોપેડિક સર્જન) ડૉ. કિશન બોપલિયા (દાંતના રોગના નિષ્ણાંત) ડૉ.ભાવેશ શેરસીયા (ચામડીના રોગના નિષ્ણાંત), ડૉ. મેહુલ પનારા (આખના સર્જન), ડૉ.તૃપ્તિ સાવરીયા (કાન, નાક, ગાળાના રોગના નિષણાંત) આ કેમ્પમાં ફ્રી સેવા આપશે. તો આ કેમ્પનો બહોળા પ્રમાણમાં ગરીબ દર્દીઓએ લાભ લેવા સન્ની મેરજ તેમજ ડૉ.ભાવિન ગામીએ અનુરોધ કર્યો છે.






Latest News