મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મતદાતા જાગરણ પર્વનો શુભારંભ


SHARE

















મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મતદાતા જાગરણ પર્વનો શુભારંભ

મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મતદાતા જાગરણ પર્વનો શુભારંભ કરવામાં આવેલ છે અને જિલ્લા ચૂંટણી અધિકારીને મળી જાગરણ પર્વ બાબતે જાણકારી આપી હતી અને લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાયએ માટે સ્ટીકર અને પત્રિકાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

આગામી લોકસભામાંની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવામાં આળસ ન કરે લોકો બુથ પર જઈને વધુમાં વધુ મતદાન કરે ૧૦૦ ટકા મતદાન કરે એ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મોરબી જિલ્લા ટીમ દ્વારા એક બેઠક કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકપણ મતદાતા મતદાનથી વંચિત ન રહે, બુજુર્ગ મતદારો મતદાનથી વંચિત ન રહે એ માટે બીએલઓ મારફત વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, એવી જ રીતે શૈક્ષિક મહાસંઘે મતદાતા જાગૃતિ માટે તૈયાર કરવામાં આવેલી પત્રિકા ભારત+ રાષ્ટ્ર+ વિધાતા=મતદાતા, હું સશક્ત, સતર્ક,જાગૃત અને સુરક્ષિત ભારતના નિર્માણમાં અવશ્ય મતદાન કરીશ, મારો વોટ મારો અવાજ, રાષ્ટ્રહિતમાં ૧૦૦ ટકા મતદાન જેવા સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઉપરાંત મતદાન કરવા જતી વખતે સાથે રાખવાના દસ્તાવેજો જેવી તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મતદાતા જાગૃતિ માટૅની ૪૦૦૦ જેટલી પત્રિકાઓ અને સ્ટીકરનું  વિતરણ મતદારોને હાથો હાથ અર્પણ કરવા માટે મિટિંગમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત તમામ તાલુકાના કાર્યકર્તાઓને પત્રિકા અને સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કિરણ ઝવેરીને મતદાતા જાગૃતિ પત્રિકા અને સ્ટીકર અર્પણ કરી જાગરણ પર્વ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જાણકારી અપાઈ હતી.




Latest News