મોરબીના યુવા ઉદ્યોગપતિની ગુજરાત પ્રદેશ ભાજપ વેપાર સેલમાં કારોબારી સભ્ય તરીકે વરણી
મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કારનું ટાયર ફાટતાં અકસ્માત: ઇજા પામેલા પાંચ વ્યક્તિ સારવારમાં
SHARE









મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કારનું ટાયર ફાટતાં અકસ્માત: ઇજા પામેલા પાંચ વ્યક્તિ સારવારમાં
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કારનું ટાયર ફાટતાં અકસ્માત થયો હતો જેમાં કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓને ઇજા થઇ હતી જેથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે ધ્રુવ હોસ્પિટલની પાછળ શ્રીજીનગરમાં રહેતા કરણકુમાર (૨૯), ચિરાગ પરમાર (૩૦), જયેશભાઈ શાહ (૪૫), રાકેશભાઈ નરેશભાઈ (૨૫) અને કાનજીભાઈ (૨૭) નામના પાંચ વ્યક્તિઓ કારમાં બેસીને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગાળા ગામના પાટીયા નજીક તેઓની કારનું ટાયર ફાટતાં અકસ્માત થયો હતો અકસ્માત બનાવમાં પાંચેય વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે
મહિલા સારવારમાં
મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ઘાંચી શેરીમાં રહેતા પરમાર સારબાઈ હાસમભાઇ (૫૦) નામના મહિલા ઘર નજીક નવા ડેલા રોડ ઉપર બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે
વૃદ્ધા સારવારમાં
મોરબી તાલુકાના વાવડી ગામે રહેતા જીવીબેન ગીગાભાઈ તરખલા (૮૫) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને વાવડી નજીક આવેલ કબીર આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થતાં અકસ્માતના બનાવમાં ઇજા થવાથી વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા છે ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
